અરવલ્લી: ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનોને રોજગારીની તક મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્રારા ગ્રામ રક્ષક દળ ભરતી કેમ્પનું અયોજન કરવામાં આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં GRDની ભરતી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ચાર દિવસય ભરતી કેમ્પમાં પ્રથમ દિવસે 189 ઉમેદવારો હાજર રહ્યાં હતાં.
- ભરતી કેમ્પમાં ઉમેદવારોની શારીરિક અને મૌખિક પરીક્ષાથી પસંદગી
- ઉમેદવારો સોશ્યિલ ડિસ્ટન્સ,માસ્ક તેમજ સેનેટાઈઝર સાથે ભરતી કેમ્પમાં જોડાયા
- ચાર દિવસીય ભરતી કેમ્પમાં પ્રથમ દિવસે 189 ઉમેદવારો હાજર રહ્યાં
- ગ્રામરક્ષક દળના જવાનોનું મુખ્ય કાર્ય ગામની પ્રાથમિક ધોરણે રક્ષા કરવાનું
ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની શારીરિક તેમજ મૌખિક પરીક્ષા લઇને પસંદગી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ગ્રામરક્ષક દળના જવાનોનું મુખ્ય કાર્ય ગામની પ્રાથમિક ધોરણે રક્ષા કરવાનું છે. જેમાં ગામમાં બનતી કુદરતી આફતો સામે લોકોને રક્ષણ આપવું તેમજ ગામમાં અનિચ્છિય ઘટનામાં બને ત્યારે પોલીસને પ્રાથમિક ધોરણે તાત્કાલિક જાણ કરવી અને પોલીસ ઘટનાસ્થળ સ્થળ સુધી ન પહોંચે ત્યાં સુધી પૂરતો બંદોબસ્ત કરવો અને ચાંપતી નજર રાખવી.
આ ભરતી પ્રક્રિયામાં કોરોના વાઇરસને લઈને ઉમેદવારોને સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ સેનિટાઇઝરની વ્યવસ્થા કરી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.