ETV Bharat / state

પ્રેમી સાથે પિતાએ જોઈ લેતા સગીરાએ લગાવી મોતની છલાંગ

અરવલ્લી: જિલ્લામાં આવેલા મોડાસાના મહાદેવપુરા ગામમાં 16 વર્ષીય યુવતીએ કૂવામાં છલાંગ લગાવીને મોતને વ્હાલુ કરતા ચકચાર મચી હતી. મહાદેવપુરા ગામમાં પ્રેમી સાથે વાતો કરતી સગીરાને તેના પિતા જોઈ ગયા હતા. ત્યારબાદ સગીરાએ પિતાના ડરથી કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ પરિવારજનોમાં માતમ છવાયો છે.

author img

By

Published : Jun 28, 2019, 10:23 PM IST

પ્રેમી સાથે પિતા જોઈ જતા સગીરાએ લગાવી મોતની છલાંગ

મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામની 16 વર્ષીય સગીરાને ગામના જ યુવક સાથે પ્રેમ થયો હતો. બન્ને છાનેછપને મળતા હતા. આ ઘટનાના દિવસે મૃતક સગીરા દાદા અને માતા સાથે ખેતરમાં કામકાજ અર્થે ગઈ હતી. આ દરમિયાન સગીરાનો પ્રેમી તેને મળવા માટે તેના ખેતર આવ્યો હતો.

પ્રેમી સાથે પિતાએ જોઈ લેતા સગીરાએ લગાવી મોતની છલાંગ

બન્ને ખેતરમાં વાતો કરતા હતા, તે સમયે તેના પિતા ખેતરમાં આવી ચઢતા બન્નેને વાતો કરતા જોઈ ગયા હતા. જેને કારણે સગીરા હેબતાઇ ગઇ હતી અને ત્યારબાદ ખેતર નજીકમાં આવેલા કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે સગીરાના પિતાએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રેમી સાથે પિતા જોઈ જતા સગીરાએ મોતની છલાંગ લગાવી  

મોડાસા-અરવલ્લી

મોડાસાના મહાદેવપુરા ગામે 16 વર્ષીય યુવતિએ કુવામાં છલાંગ લગાવી મોતને વહાલુ કરતા  ચકચાર મચી હતી.મહાદેવપુરા ગામે પ્રેમી સાથે વાતો કરતી સગીરાને પિતા જોઈ જતા ત્યાર પછી ના અંજામથી ડરી કુવામાં જંપલાવી આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં માતમ છવાયો છે.

         મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામે ગામની ૧૬ વર્ષીય સગીરા ગામના જ યુવક સાથે પ્રેમ થતા બન્ને છાનેછપને મળતા હતા . મૃતક સગીરા દાદા અને માતા સાથે ખેતરમાં કામકાજ અર્થે ગઈ હતી આ દરમ્યાન સગીરાનો પ્રેમી મળવા ખેતર આવતા બંને ખેતરમાં વાતો કરતા હતા તે સમયે તેના પિતા ખેતરમાં આવી ચઢતા બંન્ને ને  વાતો કરતા જોઈ જતા સગીરા હેબતાઇ ગઇ હતી અને ત્યારબાદ ખેતર નજીકમાં આવેલા કુવામાં જંપલાવી જિંદગી ટૂંકાવી દીધી હતી . સમગ્ર ઘટના અંગે સગીરાના પિતાએ મોડાસા રૂરલ પોલીસ જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી સગીરાના મૃતદેહને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

વિઝયુઅલ – સ્પોટ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.