- અરવલ્લીના શામળાજી બસ સ્ટેન્ડ નજીકથી યુવતીનું અપહરણ
- માતા અને પુત્રી હિંમતનગરમાં મજુરી કરી ગુજરાન ચલાવતા હતા
- પુત્રીનું અપહરણ થતા માતા બેબાકળી બની
અરવલ્લી: જિલ્લાના શામળાજી બસ સ્ટેન્ડ નજીક રોડ પરથી માતા અને પુત્રી પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન અચાનક ક્યાંકથી બે બાઇક સવાર આવી સગીરા પુત્રીનું અપહરણ કરી લઇ જતા માતાનાં હોશ ઉડી ગયા હતા. માતા અને પુત્રી હિંમતનગર મજુરી કરી ગુજરાન ચલાવતા હતા અને સામાજીક કારોણસર વતને આવ્યા હતા. શામળાજી બસ સ્ટેન્ડ નજીકથી સગીરાનું અપહરણ થતા માતાએ બુમો પાડતા લોકો દોડી આવ્યા હતા. પોતાની દીકરીનું ધોળા દહાડે અપહરણ થતા માતાએ પરિવારજનોને જાણ કરી હતી. જેના પગલે પરિવારજનો અને સગા-સબંધી શામળાજી દોડી આવ્યા હતા અને યુવતીની શોધખોળ હાથધરી હતી.
માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
અપહરણ થયેલ યુવતીની માતાએ ઓડ ગામનો કિરણ પ્રકાશ ગામેતી નામના યુવક વિરૂદ્ધ નામ જોગ ફરિયાદ શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. શામળાજી પોલીસ શામળાજી પોલીસે અપહરણ થયેલ સગીરાની માતાની ફરિયાદના આધારે ઓડ ગામના કીરણ પ્રકાશ ગામેતી અને અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.