આર.આર.સેલની ટીમે બોલેરો જીપ નં GJ 9 M 6046 અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર કુલ રૂ. 1,72,200ના જથ્થા સહિત કુલ રૂ. 5,72,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરત ઠાકોર નામના વ્યક્તિ વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અરવલ્લીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો - gujaratinews
અરવલ્લી : ચૂંટણીને અનુલક્ષીને અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. દાવાઓ અને સ્ટેટેસ્ટીક સર્વેલન્સની ટીમોના પેટ્રોલિંગ વચ્ચે ગાંધીનગર આર. આર. સેલના વીરભદ્ર સિંહ અને તેમની ટીમે સતત ત્રીજી વખત જિલ્લામાંથી દારૂ ઝડપી પાડ્યો છે. ટીમે માલપુર સોમપુર ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરીને પસાર થઇ રહેલ બોલેરો જીપ ઝડપી પાડી હતી. ઉભારણ ગામના ભરત ઠાકોર નામના વ્યક્તિને 1.72 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ખસેડવામાં આવ્યો હતો.
આર.આર.સેલની ટીમે બોલેરો જીપ નં GJ 9 M 6046 અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર કુલ રૂ. 1,72,200ના જથ્થા સહિત કુલ રૂ. 5,72,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરત ઠાકોર નામના વ્યક્તિ વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લા પોલીસના સઘન તપાસના દાવાઓ વચ્ચે ગાંધીનગરની આર.આર.સેલે દારૂ ઝડપ્યો
મોડાસા- અરવલ્લી
ચુંટણીને અનુલક્ષીને અરવલ્લી જિલ્લા પોલીસના સઘન તપાસના દાવાઓ અને સ્ટેટેસ્ટીક સર્વેલન્સની ટીમો ના પેટ્રોલિંગ વચ્ચે ગાંધીનગર આર.આર.સેલ ના વીરભદ્ર સિંહ અને તેમની ટીમે સતત ત્રીજી વખત જિલ્લામાંથી દારૂ ઝડપી પાડી સનસનાટી મચાવી છે. માલપુર સોમપુર ચોકડીથી ધનસુરા તરફ અણીયોર કંપા નજીકથી વિદેશી દારૂ ભરી ને પસાર થઇ રહેલ બોલેરો જીપ ઝડપી પાડી હતી . ઉભારણ ગામના ભરત રમેશ ઠાકોર ને ૧.૭૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો .
આર.આર.સેલની ટીમે બોલેરો જીપ નં-GJ 9 M 6046 અને ભારતીય બનાવટનો વિદેશી દારૂની અને બિયર પેટી-૪૩ તથા છૂટી બોટલ-ટીન મળી કુલ નંગ-૧૬૦૨ કીં.રૂ.૧૭૨૨૦૦/- નો જથ્થો અને જીપ ની કીં.રૂ.૪૦૦૦૦૦/- મળી કુલ રૂ.૫૭૨૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરત રમેશ ઠાકોર વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે .
ફોટો- સ્પોટ