- આનંદોલ્લાસથી ધુળેટી ઉજવાઇ
- લોકોએ પરંપરાગત રીતે ધુળેટીની ઉજવણી કરી
- ધુળેટીના પર્વ પર શહેરમાં સન્નાટો છવાયો
- નાથાવાસમાં લોકો ઢોલ નગારાના તાલ પર નાચ્યા
આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના વચ્ચે લોકોએ પરિવાર સાથે કરી ધુળેટીની ઉજવણી
અરવલ્લીઃ કોરોનાની ગાઇડલાઇનના પગલે મોડાસામાં લોકોએ જાહેરમાં ધુળેટી ઉજવવાનું ટાળ્યુ હતું. ગામડાના લોકોએ પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. જિલ્લાના નાથાવાસમાં સ્થાનિક લોકો ઢોલ નગારાના તાલ પર ઝુમ્યા હતા. એક બીજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાંનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે અરવલ્લીના ગામડાઓમાં આજે પણ મોટા ભાગ તહેવારો પરંપરાગત રીતે ઉજવાવામાં આવે છે જેમાં લોક સંસ્કૃતિ ઉજાગર થાય છે.
![ધુળેટીના પર્વ પર શહેરી વિસ્તારોમાં સન્નાટો જોવા મળ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-02-dhuleti-celeb-av-gj10013mp4_29032021160622_2903f_1617014182_923.png)
ધુળેટીના પર્વ પર શહેરી વિસ્તારોમાં સન્નાટો જોવા મળ્યો
કોરોના મહામારી વચ્ચે અરવલ્લી શહેરી વિસ્તારોમાં સન્નાટો જોવા મળ્યો હતો. મોડાસામાં સામાન્ય સંજોગોમાં ધુળેટીના દિવસે રંગોથી રંગાયેલા યુવાનોના ટોળા નજરે ચડતા હોય છે પરંતુ કોરોનાએ જાણે મોડાસામાં ધુળેટીનો રંગ ફીક્કો કરી નાખ્યો હતો.
આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લામાં ધુળેટીના તહેવારની ઉજવણીથી લોકો રહ્યાં દૂર