ETV Bharat / state

અરવલ્લીમાં BOB બહાર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ગ્રાહકોની ભીડ જામી

અરવલ્લીમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ભીડ જમાવી રહ્યા છે. મોડાસા નગરમાં આવેલ બેંક ઓફ બરોડા બહાર ગ્રાહકોએ મોટી સંખ્યામાં એકઠા થઇ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. જોકે, બેંક મેનેજર આ અંગે લાચારી દાખવી કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

અરવલ્લી
અરવલ્લી
author img

By

Published : Dec 14, 2020, 10:15 PM IST

  • બેંક ઓફ બરોડા બહાર ગ્રાહકો મોટી સંખ્યામાં એકઠા થયા
  • સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા
  • બેંક મેનજરનો લૂલો બચાવ

અરવલ્લી : જિલ્લાના મોડાસામાં સોમાવારના રોજ બેંક ઓફ બરોડાની બહાર ગ્રાહકોની મોટી કતાર લાગી હતી. દેના બેંક , બેંક ઓફ બરોડામાં મર્જ થતા મોટાભાગના ગ્રાહકો ખાતા નંબર બદલવા આવ્યા હતા. કોવિડ-19 ના સમયે મોટી સંખ્યામાં એક સ્થળે ગ્રાહકોની ભીડ હોવા છતાં બેંક દ્વારા કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી ન હોય તેવુ જણાતું હતું.

અરવલ્લીમાં BOB બહાર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ગ્રાહકોની ભીડ જામી
દેના બેંક, બેંક ઓફ બરોડામાં મર્જ થઇ હોવાથી આ પરિસ્થિતિ સર્જાઇ
બેંક ઓફ બરોડામાં અન્ય દેના બેંકનું વિલિનીકરણ થયા પછી અરવલ્લી જિલ્લામાં આવેલી BOB ની શાખાઓમાં દરરોજ મેળા જેવો માહોલ સર્જાય છે. બેંક બહાર ગ્રાહકોની ભીડ કોરોનાને નોંતરા સમાન છે. બેંક ઓફ બરોડામાં દેના બેંક મર્જ થતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

ક્યાં છે ડિઝિટલ ઇન્ડિયા
ડિઝિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે સરકારી બેંકો હજુ પણ મધ્ય યુગની પદ્વતિ અપનાવી રહ્યી હોય તેવુ લાગી રહ્યુ છે. મોટાભાગની ખાનગી બેંકોમાં દરેક કાર્ય ઓનલાઇન થઇ રહ્યુ છે. ત્યારે હજુ પણ બેંક ઓફ બરોડામાં લાઇનની સિસ્ટમ ચાલી રહી છે. કોરોના સંક્રમણને લઈને સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનના ધજીયા ઉડી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર, આરોગ્યતંત્ર અને પોલીસતંત્ર પણ બેંક સામે ઘૂંટણીયે પડી ગઈ હોય તેવું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.