- અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ
- ચણા, જીરું,વરિયાળી સહિતના પાકોને નુકશાનની ભીતિ
- કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
અરવલ્લીઃ હવામાન વિભાગની ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં શુક્રવારના રોજ વહેલી સવારે વાદળછાયા વાતાવરણ સર્જયા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. લગભગ ચાર કલાક સુધી અરવલ્લી જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં ધીમી ધારે સતત વરસાદ પડ્યો હતો. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, શામળાજી, ભિલોડા વરસાદ થયો હતો.
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
હવામાન વિભગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાને લઇ10 અને 11 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વાતાવરણ પલટા સાથે સામાન્ય વરસાદની આગાહી કરી હતી. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં ઠંડીનું પ્રમાણ નહિવત હતું. શિયાળો હોવા છતાં છેલ્લા બે દિવસથી ગરમીના પ્રમાણ વધારો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, અરવલ્લી જિલ્લામાં વરસાદી ઝાપટા સાથે નવેમ્બર માસના અંતમાં મોડાસા, ભિલોડામાં અન્ય વિસ્તારોમાં છોટો છવાયો વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી
વેસ્ટર્ન ડીસ્ટરબંસની અસર પશ્ચિમ હિમાલયના ક્ષેત્ર અને ટ્રાંસ હિમાલય પર પડી છે. 10 અને 11 ડિસેમ્બર દરમિયાન સિક્કીમ, સબ હિમાલય પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપમાં છુટા છવાયો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અથવા વરસાદની શક્યતાઓ છે.