- અરવલ્લીમાં કોરોનાના કેસ વધતા કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
- મેઘરજમાં શરૂ થયેલું કોવિડ સેન્ટર અરવલ્લીમાં ચોથું સેન્ટર બન્યું
- લોકોને હવે મોડાસા અને બાયડના કોવિડ કેર સેન્ટર સુધી નહીં જવું પડે
મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. હવે ગામડાના લોકો વધારે સંક્રમિત થઇ રહ્યા છે. તે લોકોને સારવાર મળે તે માટે અને તેમને મોડાસા તેમજ બાયડના કોવિડ સેન્ટર સુધી ન જવું પડે તે માટે નજીકના વિસ્તારોમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ મહેસાણા જિલ્લામાં કોવિડ કેર સેન્ટર તેમજ જિલ્લામાં 1,300થી વધુ બેડ વધારાયા
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 20 બેડની સુવિધા ઉભી કરવામાં આવી
મેઘરજ ના અંતરિયાળ વિસ્તાર એવા ઈસરીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક ધોરણે કોવિડ સેન્ટરની મંજૂરી અપાવામાં આવી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 20 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે, જેથી મેઘરજ તાલુકા અને આસાપાસના વિસ્તારોના દર્દીઓને કોરોનાની સારવાર તાત્કાલિક મળી રહેશે. નોંધનીય છે કે, ગત અઠવાડિયે અરવલ્લીમાં, મોડાસા ઉપરાંત બાયડ અને મેઢાસણ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃગાંધીનગરમાં યુથ હોસ્ટેલ અને NICMમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા
જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યા 1560ને પાર
અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ તરફથી કોરોના કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. તેમ છતાં બિનસત્તાવાર આંકડા મુજબ છેલ્લા 72 કલાકમાં 71 કોરોના કેસ હોવાની માહિતી મળી છે, જેમાં 5 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આ સાથે જ જિલ્લામાં અત્યાર સુધી કુલ કોરોના કેસના દર્દીઓનો આંક 1560ને પાર પહોંચ્યો છે.