- મહામારી ચરમસીમા પર છે છતાં ભાજપના મેળાવડા
- અરવલ્લીમાં કોવિડ કેર સેન્ટર મુકાયું ખુલ્લૂં
- કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
અરવલ્લીઃ જિલ્લાના બાયડના વરેણા આશ્રમ શાળા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કોવિડ કેર સેન્ટર ખુલ્લૂં મુકવામાં આવ્યુ હતું. 55 બેડના કોવિડ સેન્ટરમાં 30 બેડ પુરુષો અને 25 બેડ મહિલા માટે ફાળવાયા છે. જો કે, એક બાજુ સરકાર દ્વારા સામાન્ય લોકોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાના આદેશ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. મહામારી ચરમસીમા પર છે, ત્યારે મેળાવડા કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ છતાં પ્બલીશીટી કરવામાં ભાજપના નેતાઓ ક્યારે પાછું વળી જોતા નથી.
આ પણ વાંચોઃ જામખંભાળિયામાં એસ્સાર ગ્રુપ દ્વારા 100 બેડની સુવિધાથી સજ્જ કોવિડ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું
કાર્યકર્તાઓ માસ્ક વિના જોવા મળ્યા
આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો હતો. બધા નેતાઓ વચ્ચે માંડ એક ફૂટનું અંતર હશે, જ્યારે કેટલાક કાર્યકર્તાઓ તો માસ્ક વિના જોવા મળ્યા હતા. જો કે, કેટલાકે તો મીડિયાનો કેમેરા જોઇ માસ્ક ચડાવ્યુ હતું, ત્યારે કોવિડના નિયમનો ભંગ કરવા બદલ સામાન્ય માણસોને દંડ આપતી પોલીસ આ કાર્યક્રમમાં માસ્ક વગર હાજર રહેલા ભાજપનાં કાર્યકરો પાસેથી દંડ વસૂલશે કરશે? મોટી સંખ્યામાં મેળાવડા કરવા બદલ કોઇ કાર્યવાહી કરવામાં આવશે તેવા પ્રશ્નો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.