બાયડ- માલપુર તાલુકામાં છેલ્લા બે ટર્મથી આયતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે છે. પરંતુ આ વખતે કાર્યકરો અને હોદ્દેદારોએ માગ કરી હતી કે, સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. એટલે ગત વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવાર ધવલસિંહ ઝાલાને ટિકિટ મળતાં કોંગ્રેસના કેટલાંક સ્થાનિક નેતાઓએ વિરોધ કર્યો હતો. તેમ છતાં પક્ષહિતમાં કોંગ્રેસના નિર્ણયને માન્ય રાખી કાર્યકર્તાઓએ એકજુટ થઈ ધવલસિંહ ઝાલાને જ્વલંત વિજય અપાવ્યો હતો.
જો કે, હવે ટૂંક સમયમાં ધવલસિંહ ઝાલા રાજીનામું આપવા જઇ રહ્યાં છે. તેથી બાયડના ધારેશ્વર મહાદેવ મંદિરમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને બાયડ-માલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ અને એઆઈસીસીના રચનાત્મક કોંગ્રેસના ચેરમેન મધુસુદન મિસ્ત્રીની હાજર રહ્યા હતા.