ETV Bharat / state

Civil Hospital In Aravalli: CMની મંજૂરી છતાં અરવલ્લી હજુ સુધી સિવિલ હોસ્પિટલથી વંચિત, કોંગ્રેસે કર્યા ધરણા

CM ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લા માટે 121 કરોડથી વધુના ખર્ચે બનનારી 200 બેડની આયુર્વેદિક હોસ્પિટલને મંજૂરી આપી હતી. જો કે આને લઇને હજુ સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી. જમીન સંપાદન કર્યા પછી પણ સિવિલ હોસ્પિટલનું કામ શરૂ ન થતાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Civil Hospital In Aravalli: CMની મંજૂરી છતાં અરવલ્લી હજુ સુધી સિવિલ હોસ્પિટલથી વંચિત, કોંગ્રેસે કર્યા ધરણા
Civil Hospital In Aravalli: CMની મંજૂરી છતાં અરવલ્લી હજુ સુધી સિવિલ હોસ્પિટલથી વંચિત, કોંગ્રેસે કર્યા ધરણા
author img

By

Published : Jan 25, 2022, 7:43 PM IST

મોડાસા: છેલ્લા 8 વર્ષથી અરવલ્લીની જનતા સિવિલ (Civil Hospital In Aravalli) ઝંખી રહી છે. 2 વર્ષથી કામ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવાનું હોય તેવી જાહેરાતો કરવામાં આવી રહી છે. જો કે ફાળવવામાં આવેલા સ્થળ (Allotment of land for Civil Hospital In Arvalli) પર એક ઈંટ પણ મુકવામાં આવી નથી. તો જિલ્લા કોંગ્રેસ ફરીથી આંદોલનના માર્ગે છે. થોડાક સમય અગાઉ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 200 બેડની સિવિલ હોસ્પિટલ માટે 121 કરોડ અને 680 લાખની અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલ (Ayurvedic Hospital in Arvalli) માટે વહીવટી મંજૂરી આપી હતી. આ માટે ટેન્ડર પ્રક્રિયા કરવા માટે CM દ્વારા સૂચના અપાતા જિલ્લાના પ્રજાજનોમાં આનંદ છવાયો હતો. જો કે હજુ સુધી ફાળવેલા સ્થળ પર કોઈ જ કાર્યવાહી ન થતાં લોકો નિરાશ થયા છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 200 બેડની સિવિલ હોસ્પિટલ માટે 121 કરોડ અને 680 લાખની અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલ માટે વહીવટી મંજૂરી આપી હતી.

સિવિલ હોસ્પિટલના અભાવથી લોકો નિ:શુલ્ક સુવિધાથી વંચિત

અરવલ્લી જિલ્લાને સાબરકાંઠા જિલ્લામાંથી અલગ થયે 8 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. જિલ્લાના 11 લાખ જેટલા પ્રજાજનો અને ગરીબી રેખા હેઠળ જીવતા અનેક પરિવારો (Families living below the poverty line In Arvalli) સિવિલ હોસ્પિટલના અભાવે ઉત્તમ અને નિઃશુલ્ક સુવિધાથી વંચિત છે. કોરોના (Corona In Arvalli) સહિત દિનપ્રતિદિન અનેક ગંભીર રોગોનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે ખર્ચાળ બનતી જતી મેડિકલ સુવિધા (Medical Facilities In Arvalli) માટે લોકોને દરબદર ભટકવું પડે છે. મલ્ટીસ્પેશિયાલિટી કહેવાતી હોસ્પિટલો સામાન્ય બીમારીમાં પણ દર્દીઓના ખિસ્સા ખંખેરી લેતી હોવાના કિસ્સાઓ પણ સમયાંતરે ઉજાગર થાય છે. શ્રમજીવી અને ગરીબ પરિવારોએ દેવું કરી મોંઘી સારવાર લેવા મજબૂર બનવું પડતું હોય છે.

આ પણ વાંચો: અરવલ્લીમાં બુલેટ ટ્રેનનો વિરોધ, કોંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં કલેક્ટરનેે આવેદન આપ્યું

કોંગ્રેસે ધરણા કર્યા

આવી સમસ્યાઓ વચ્ચે દર્દીઓને ઘર આંગણે નિઃશુલ્ક કે તદ્દન નજીવા દરે આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ અનિવાર્ય બની છે. જિલ્લામાં ઝડપથી સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. જિલ્લા કોંગ્રેસે મંગળવારના રોજ ફરીથી એકવાર મોડાસા ચાર રસ્તા ટાઉન હોલ (Modasa Char Rasta Town Hall) પાસે ધરણા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: અરવલ્લીમાં વેક્સિનેશનની કામગીરીમાં છબરડા, બીજો ડોઝ ન લીધો હોવા છતાં મળ્યું સર્ટીફિકેટ

જિલ્લા કલેક્ટરે 150 કરોડ રૂપિયાની જમીન ફાળવી હતી

વર્ષ-2018માં અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં પ્રજાજનોને નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓ (Free healthcare services In Modasa) મળે તે માટે હોસ્પિટલ નિર્માણ માટે જિલ્લા કલેક્ટર એમ. નાગરાજને 45 કરોડના ખર્ચે 150 કરોડની 20 એકર જમીન બાજકોટની સીમમાં ફાળવી હતી. અગમ્ય કારણોસર જમીન ફાળવણી કર્યા પછી સિવિલ હોસ્પિટલ માટે મંજૂર થયેલી જમીન આરોગ્ય તંત્રએ રદ કરી હતી. જિલ્લા સેવાસદન નજીક જમીન સંપાદન કર્યા પછી પણ સિવિલ હોસ્પિટલનું કામ શરૂ થયું નથી. કોરોના સંક્રમણમાં સિવિલ હોસ્પિટલના અભાવે અનેક દર્દીઓએ દમ તોડ્યો છે. અસંખ્ય લોકોએ મોંઘીદાટ સારવાર લેવાની ફરજ પડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.