રવિવારે અરવલ્લી જિલ્લા પોલીસવડા કચેરીએ સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસ.પી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની ટીમ પહોંચી હતી. તેમજ અપમૃત્યુ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે.
પ્રથમ દિવસે કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાની સાથે સી.આઇ.ડી ક્રાઇમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થળ તપાસ કરી હતી. તેમાં વડલાના ઝાડથી મૃતદેહની જગ્યા સુધી ઊંચાઈ માપવામાં આવી હતી. તેમજ આજુબાજુ વિસ્તારમાં સર્ચ કર્યું હતું. તે ઉપરાંત ઘટના સ્થળની મુલાકાત પછી સીઆઇડી ક્રાઇમની ટીમે પીડિતાના પરિવાર સાથે બેઠક કરી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી. પીડિતાના મોત મામલે રહસ્ય ઉકેલવા સી.આઇ.ડી ક્રાઇમે તપાસ તેજ કરી દીધી છે.