- રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેને અરવલ્લીની મુલાકાત લીધી
- યાત્રાધામ શામળાજી મંદિરની મુલાકત લીધી
- કોરોના કાળ દરમ્યાન ચાલતા શૈક્ષણનીક કાર્યની સમીક્ષા કરી
અરવલ્લી: જિલ્લામાં કોરોના કાળ દરમ્યાન ચાલતા શૈક્ષણનીક કાર્યની સમીક્ષા કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રફુલ્લ જલુ અને રાજ્ય શીક્ષણ બોર્ડના સચિવ મેહુલ વ્યાસ ગુરુવારે જિલ્લાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બન્ને અધિકારીઓએ જિલ્લાના યાત્રાધામ શામળાજી મંદિરની મુલાકત લઇ દર્શન કર્યા હતા.
ધોરણ 6,7,8ના 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓનું NMMS પરીક્ષા માટે રજીસ્ટ્રેશન થયું
રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રફુલ્લ જલુએ જણાવ્યુ હતું કે, હાલ કોરોના સંક્રમણના લીધે શાળાઓ બંધ હોવાથી વિધાર્થી શાળા સુધી આવી શકતા નથી. જોકે ટેકનોલોજીનાં માધ્યમથી વિદ્યાર્થીઓ ભણાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ધોરણ 6,7,8ના વિશેષ શિક્ષણમાં 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓનું NMMS પરીક્ષા માટે રજીસ્ટ્રેશન થયું છે. જેમાં શિક્ષણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને GBSના માધ્યમથી NMMSના વિધાર્થીઓની બોદ્વિક ક્ષમતામાં વધારો થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓ માટે કોમ્પીટિટીવ એકઝામ માટે સારું વાતાવરણ ઉભું થઇ શકે .
શામળાજી મંદિરની મુલાકાત લીધી
બન્ને અધિકારીઓએ જિલ્લાના યાત્રાધામ શામળીયા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શામળાજીના વિષ્ણું મંદિર ટ્રસ્ટ અધિકારીઓને મોમેંટો આપી સન્માનીત કર્યા હતા.