અરવલ્લી: કોરોના વાઇરસને લઇ સરકાર દ્વારા ગણેશ પંડાલોને મંજૂરી આપવામં આવી નથી, જેથી આ વર્ષે ગણેશજીની મૂર્તિનું વિસર્જન પણ ભક્તોએ ઘરે ડોલ કે ટબમાં જ કરંવુ પડેશે. પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી શકતી, જેથી આ વખતે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માગ વધી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટીકામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. બન્નેનું મિશ્રણ કર્યા બાદ માટીને આકાર આપી વિવિધ પ્રકારના ગણપતિજીની મૂર્તિ બનાવામાં આવે છે. મૂર્તિ સુકવ્યા બાદ તેના પર કલરકામ કરી શણગાર કરવામાં આવે છે. મૂર્તિકાર મહેશભાઈ ભક્તો માટે રૂપિયા 100 રૂપિયાથી લઈ રૂપિયા 5000 રૂપિયા સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે.
પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ગણેશચતુર્થી નિમિતે હવે ભક્તો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનું પસંદ કરે છે. POPના વિકલ્પરૂપે માટીની બનેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પસંદ કરી લોકો ભકતી સાથે પર્યાવરણની સુરક્ષા કરે તે સમયની માગ છે.