વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં ધ્યેય નક્કી કરી તેના પર પ્લાનિંગ કરી આગળ વધવું જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થીઓના કરેલા પ્રશ્નોનું સચોટ રીતે જવાબ આપીને શિક્ષણક્ષેત્રે કઈ રીતે ધ્યેેય નક્કી કરીને આગળ વધવુ તેની સલાહ આપી હતી.
મોહદીષે આઝમ મિશન સેન્ટર કમિટીના સદસ્ય તારિક બાંડી અશરફીએ મોહદીષે મિશનનો ધ્યેય અને કામગીરી પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, મોહદીષે આઝમ મિશન દ્વારા અત્યાર સુધી 2985 ગરીબ દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યું છે અને આ સિવાય માનવ જીવનને લગતા ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે.