- અરવલ્લી જિલ્લાની કુલ 4 બેઠકો પર પેટા ચૂંટણી
- 1 જિ.પંચાયત, 2 તા.પંચાયત અને અને મોડાસા ન.પા. વોર્ડ નંબર 2 માટે પેટા ચૂંટણી
- કુલ 64 મતદાન મથકો પર મતદાન
અરવલ્લી: રાજ્યમાં ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની બેઠકો પર પેટાચૂંટણી (By-elections) યોજાઇ રહી છે, જે અંતર્ગત અરવલ્લી જિલ્લા (Aravalli District)ની કુલ 4 બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે અરવલ્લી જિલ્લા પંચાયતની 1 ,તાલુકા પંચાયતની 2, અને મોડાસા નગરપાલિકા (Modasa Municipality) વોર્ડ નંબર 2 , એમ કુલ 4 બેઠકોની પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે.
44,285 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
અરવલ્લી જિલ્લાની 4 બેઠકો માટે પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે જેમાં 44,285 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અહીં મતદારો સવારથી જ મતદાન કરવા ઉમટ્યા હતા. 4 બેઠકોની પેટા ચૂંટણી માટે ચૂંટણી વિભાગ દ્વારા કુલ 64 મતદાન મથકો ફાળવી દેવામાં આવ્યા છે, જેમાં મોડાસામાં 5 મતદાન મથકો , ભિલોડા નાંદેડ જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણી માટે 27 મતદાન મથકો, ભિલોડા તાલુકાના ઉબસલ તાલુકા પંચાયતની ચૂંટણી માટે 10 મથકો બાયડ તાલુકાની હઠીપુરા તાલુકા પંચાયત બેઠક માટે 12 મથકો પર મતદાન થઈ રહ્યું છે.
4 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં
અરવલ્લી જિલ્લાની કુલ 4 બેઠકો પર 386 કર્મચારીઓની ચૂંટણીમાં ફરજ માટે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે 9 કર્મચારીઓનો સ્ટાફ રિઝર્વ રાખવામાં આવ્યો છે. જિલ્લાની 4 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પક્ષના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. મતદારોની બેઠકવાર સંખ્યાની વાત કરીએ તો મોડાસા પાલિકામાં 5,023, બાયડ હઠીપુરા તાલુકા પંચાયતમાં 7,069, ભિલોડા ઉબસલ તાલુકા પંચાયતમાં 6,968, ભિલોડા નાંદોજ જિલ્લા પંચાયતમાં 25,225 છે.
આ પણ વાંચો: ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી: જાણો ક્યાં ક્યાં મતદાતાઓને પડી હાલાકી