અરવલ્લી: જિલ્લાના મેઘરજના ગેડ ગામના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ઘોડાપણા ગામનો યુવક 27 જુલાઈના રોજ ખેતરમાં દવા છાંટવા નિકળ્યો હતો. ત્યારબાદ ઘરે પરત આવ્યો ન હતો. પરિવારજનો યુવકની શોધખોળ કરતા યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. યુવાનનુ અકાળે મૃત્યુ થતા પરિવારજનોમાં માતમ છવાયો હતો. પરિવારજનોએ યુવકને કોઇએ હત્યા કરી હોવાની આશંકા જતાવી હતી .પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પી.એમ અર્થે મેઘરજ રેફરલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.