અરવલ્લીઃ જિલ્લામાં મેઘરજના બિટીછાપરા ગામમાં મોડી રાત્રે ભેદી બ્લાસ્ટ (Blast in Arvalli) થયો હતો. તેના કારણે ઘટનાસથળે પતિ અને પત્નીનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી. તો SP, DySP સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જીણવટ ભરી તપાસ હાથ (Investigation of mysterious blast in Bitichhapra village) ધરી હતી.
બ્લાસ્ટ અંગે પોલીસે ન કરી સ્પષ્ટતા
અરવલ્લી જિલ્લાના મેધરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બીટી છાપરા ગામે ગુરુવારની મોડી રાત્રે ભેદી બ્લાસ્ટ (Blast in Arvalli) થયો હતો. અરવલ્લીની વિવિધ પોલીસની ટિમે આ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જોકે, બ્લાસ્ટ અંગે પોલીસે હજી કોઈ સ્પષ્ટતા ન કરતા રહસ્ય (Blast in Arvalli) અકબંધ છે.
![અગાઉ ગયા વર્ષે ઓગસ્ટમાં થયો હતો ગ્રેનેડ બ્લાસ્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14564354_arvblast_a_gj10013.jpg)
આ પણ વાંચો- Ahmedabad Blast Case Judgment: બ્લાસ્ટ કેસમાં સજાના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારશે બચાવ પક્ષ
અગાઉ ગયા વર્ષે ઓગસ્ટમાં થયો હતો ગ્રેનેડ બ્લાસ્ટ
જિલ્લામાં શામળાજીના ગોઢકુલ્લા ગામમાં 28 ઓગસ્ટે હેન્ડ ગ્રનેડ બ્લાસ્ટ થયો હતો. તેમાં રમેશ ફણેજાનું ઘટના સ્થળે મોત થયુ હતું. જ્યારે તેની 4 વર્ષની દિકરીનું સારવાર દરમિયાન મોત થયુ હતું . આ મામલે પોલીસે તપાસ માટે કેટલાક શંકાસ્પદોની પૂછપરછ કરી હતી, જેમાં મૃતક રમેશે ઝાડ પર ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, પોલીસના દમનથી ત્રાસી મૃતકે અંતિમ પગલું ભર્યુ હતું. આ કેસમાં પોલીસને હજી સુધી કોઈ કડી મળી નથી.