ETV Bharat / state

અરવલ્લીમાં ભગવો લહેરાયો, એક સીટ પર આપે બાજી મારી - Aravalli election result

અરવલ્લી જિલ્લા પંચાયત-1, તાલુકા પંચાયતોની-2 અને મોડાસા નગરપાલિકામાં વોર્ડ નં. 2 એમ કુલ 4 બેઠકોની પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ભિલોડાના નાંદોજમાં જિલ્લા પંચાયત પર ભાજપ, ઉબસલમાં તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટી, બાયડ તાલુકાની હઠીપુરા પર ભાજપ અને મોડાસા નગરપાલિકા વોર્ડ નં. 2 માં ભાજપનો વિજય થયો છે. જિલ્લા પેટા ચૂંટણીની ચાર બેઠકોમાંથી ત્રણ પર ભગવો લહેરાયો, જ્યારે એક પર આપનું ઝાડું ફરી વળ્યુ હતું. તો વળી કોંગ્રેસે સાત માસ પછી ફરીથી એક વાર હારનો સ્વાદ ચાખ્યો હતો.

BJP's victory in Aravalli
BJP's victory in Aravalli
author img

By

Published : Oct 5, 2021, 3:56 PM IST

  • અરવલ્લીમાં ભાજપનો ભગવો લહેરાયો
  • એક સીટ પર આપે બાજી મારી
  • કોંગ્રેસ પક્ષમાં શરૂઆતથી ઉત્સાહનો અભાવ

અરવલ્લી: જિલ્લાની પેટા ચૂંટણીઓમાં અપેક્ષા મુજબ ભાજપનો ભગવો લહેરાયો છે. મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર- 2 માં ભાજપના અર્જુન રાઠોડ સામે રમણ ચૌહાણ ની 1348 મતોથી કારમી હાર થઇ હતી. કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહનો પહેલા દિવસથી જ અભાવ જોવા મળતો હતો, જાણે હારવા માટે જ ઉમેદવાર ઉભા હોય અને આખરે ઘર ભેગા થયા. નોંધનીય છે કે, નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 36 બેઠકોમાંથી ભાજપને 19 અને કોંગ્રેસને 8 અને એમ.આઇ.એમ ને 9 બેઠકો મળી હતી. સમૂચા વિપક્ષને ટાઇ માટે એક સીટની જરૂર હતી, છતાં કોંગ્રેસ દ્રારા કોઇ જ પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું જોવા મળ્યુ હતું. જેના પર સાબીત થાય છે કે કોંગ્રેસે પહેલાથી માનસિક રીતે હાર સ્વીકારી લીધી હતી.

અરવલ્લીમાં ભગવો લહેરાયો, એક સીટ પર આપે બાજી મારી

આ પણ વાંચો: હિતેશ મકવાણા બનશે ગાંધીનગર મેયર ?, કહ્યું - " હું ભાજપનો સામાન્ય કાર્યકર્તા છું"

આમ આદમી પાર્ટીના રૂપસિંહ ભગોરા 1015 મતે વિજેતા થયા

ભિલોડા તાલુકા પંચાયતની ઉબસલ સીટ પરથી અગાઉ અપક્ષ ઉમેદવાર સિદ્વારાજ નિનામા સામે કોંગ્રેસના ત્રણ ટર્મથી વિજેતા ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાની હાર થઇ હતી. આ વખતે ચૂંટણીની જાહેરાત થતા કેવલ જોષીયારા, ફરીથી ફોર્મ ભરવાની પણ હિમંત ન કરી શક્યા, જ્યારે આમ આદમી પક્ષે એડી ચોટીનું જોર લગાવ્યુ હતું. જેના પરિણામે આમ આદમી પાર્ટીના રૂપસિંહ ભગોરા ભાજપના ઉમેદવાર સામે 1015 મતે વિજેતા થયા હતા.

આ પણ વાંચો: ગાંધીનગર વોર્ડ 7 માં ભાજપની પેનલનો વિજય : હવે 5 વર્ષ પરીક્ષા, માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે

નાંદોજ અને બાયડમાં ભાજપનું પુનરાવર્તન થયુ

ભિલોડાની નાંદોજ જિલ્લા પંચાયતની સીટ પરથી ભાજપના નીલા મડિયા પાંચ હજાર ઉપરાંત મતોથી વિજયી થયા હતા. તો વળી બાયડ તાલુકા પંચાયતની હઠીપુરા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર ભાજપનો જ્વલંત વિજય થયો હતો. ભાજપનું હઠીપુરા તાલુકા પંચાયત સીટ પર પુનરાવર્તન થયું હતું. ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેલાયેલા ત્રીપોખીયો જંગમાં ભારતીય જનતા પાર્ટીએ બાજી માટે તા. પંચાયતની સીટ પર ફરી વખત સત્તામાં આવ્યું હતું. અંકદરે જીતથી ભાજપના કાર્યકરોના ઉત્સાહમાં વધારો થયો છે. આમ આદમી પાર્ટીએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યુ છે. તો જિલ્લા કોંગ્રેસ તેમજ મોડાસા શહેર કોંગ્રેસમાં ઉદાસીનતાનું મોજુ ફરી વળ્યુ હતું.

  • રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. જેની આજે 5 ઓક્ટોબરે મતગણતરી થઇ રહી છે. અને અમુક બેઠક પર ભાજપ પોતાનો ભગવો લહેરાવી રહી છે, તો અમુક બેઠક પર કોંગ્રેસ પોતાના પંજા થકી પકડ મજબુત બનાવી રહી છે. જેમાં રાજકોટ જિ.પં.ની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. અને આ બને બેઠક પર ભાજપના સૂપડા સાફ થયા છે.
  • ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી આગળ વધી રહી છે, ત્યારે વોર્ડ નંબર 7 માં ભાજપના તમામ ચાર ઉમેદવારોનો વિજય થયો છે. આમ સત્તાવાર રીતે ભાજપની પેનલ કોડ નંબર 7 માં વિજય થઈ છે. ત્યારે વિજેતા ઉમેદવારોએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પ્રથમ વખત ત્યાંથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની પેનલનો વિજય થયો છે. અને અત્યારે રસ્તાની હાલત ખરાબ છે, ત્યારે આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે અને રોડ-રસ્તાઓ તથા ગટર જેવી સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.