- ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે અરવલ્લીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી
- જ્ઞાતિવાદના મુદ્દા પર અલ્પેશ ઠાકોર સ્પષ્ટ ટીપ્પ્ણી કરવાનું ટાળ્યું
- સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથેની મુલાકાત મહત્વપૂર્ણ બની રહે તેવી શક્યતા
અરવલ્લી : કોરોનાનો કહેર ધીમો પડવાની સાથે હવે રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઇ ગઇ છે. એક બાજુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાન સભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )ની વિધિવત તૈયારીઓ શરૂ કરી દીધી છે, તો બીજી તરફ ખોડલધામના ચેરમેન નરેશ પટેલેના કથિત પાટીદાર મુખ્યપ્રધાનના નિવેદનથી રાજ્યમાં રાજકીય હલચલ વધી ગઇ છે. રાજ્યમાં જ્યારે જ્ઞાતિવાદનો પવન ધીમી ગતિએ ફુકાઇ રહ્યો છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીની લહેર કઇ બાજુ ફંટાશે તે ઠાકોર સમાજના વલણ પરથી નક્કી થશે.
અલ્પેશ ઠાકોર હનુમાન મંદિરમાં દર્શન કરીને અલ્પેશ ઠાકોરે સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી
રાજકીય ગરમાવા વચ્ચે અલ્પેશ ઠાકોરની રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથેની મુલાકાત મહત્વપૂર્ણ બની રહે છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકારિયા ખાતે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરીને અલ્પેશ ઠાકોરે સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. જો કે, જ્ઞાતિવાદના મુદ્દા પર અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ ટીપ્પ્ણી કરવાનું ટાળ્યુ હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં અને ખાસ કરીને ભાજપમાં અલ્પેશની ભૂમિકા કેટલી મહત્વની
અલ્પેશ ઠાકોર અને અરવલ્લી જિલ્લાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. જો કે બન્નેને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો, ત્યારે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )ની ચૂંટણીઓમાં અને ખાસ કરીને ભાજપમાં અલ્પેશ ઠાકોરની ભૂમિકા કેટલી મહત્વની રહેશે તે જોવુ રહ્યું...
આ પણ વાંચો -