ETV Bharat / state

મોડાસા ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિકાસના કાર્યોનું ભૂમિપૂજન અને લોકાપર્ણ કરાયું - Minister of Education in Aravalli

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિકાસના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કર્યુ હતું. મોડાસા ખાતે તૈયાર થનારા શિક્ષણ અને તાલીમ ભવનનું ભૂમિપૂજન કર્યુ હતું તેમજ કઉ ખાતે રૂપિયા 342 લાખના ખર્ચે નવનિર્મિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત તેમણે માલપુર (દેવીપૂજક વાસ) ખાતે રેખાબેન દેવીપૂજકના નિવાસસ્થાનની મુલાકાત લઇ સહાયનો ચેક અર્પણ કર્યો હતો.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jul 4, 2021, 6:41 PM IST

  • શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિકાસના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કર્યુ
  • મોડાસા ખાતે ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કર્યુ
  • શિક્ષણ અને તાલીમ ભવનનું ભૂમિપૂજન કર્યુ

અરવલ્લી : શિક્ષણપ્રધાન (State Education Minister) ભુપેંદ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) એ રવિવારે મોડાસા તેમજ માલપુરની મુલાકાત (Visit) લીધી હતી. મોડાસાના સાકરીયા ગામે 12 કરોડના ખર્ચે તૈયાર થનારા શિક્ષણ અને તાલીમ ભવન (Education and Training center) નું ભૂમિપૂજન કર્યુ હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણની અંદર તાલીમ તો હતી જ હવે સંશોધન કાર્ય પણ થઇ રહ્યું છે. જેના માટે રાજ્ય સરકાર કટીબદ્વ છે અને ગુણવત્તા સુધારવા માટે આ કોરોના કાળમાં જ્યારે શાળા ખુલી નથી તેના માટે એકમ કસોટી લેવામાં આવશે. જેનાથી બાળકો અભ્યાસક્રમના સંપર્કમાં રહે અને એમનું શિક્ષણ તાજુ રહે.

મોડાસા ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિકાસના કાર્યોનું ભૂમિપૂજન અને લોકાપર્ણ કરાયું

આ પણ વાંચો : GTUમાં અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ, શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંના હસ્તે કરાયુ

માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાનું લોકાર્પણ કરાયું

આ ઉપરાંત મોડાસાના કઉ ખાતે નવ નિર્મિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોડાસા તાલુકાના અંતિરિયાળ ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું નિર્માણ થતા અંદાજીત 25થી 30 નાના ગામડાઓના બાળકોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહેશે.

આ પણ વાંચો : ધોરણ 09 અને 11ના અભ્યાસક્રમ શરૂ કરવા અંગે ચર્ચા વિચારણા કરાશે : શિક્ષણપ્રધાન

પક્ષી બચવવા જતા મૃત્ય પામેલા દિલીપ વાધેલાના પરિવારની મુલાકાત લીધી

જૂન મહિનામાં માલપુર નગરના એક શાકભાજી વેચતા દેવીપુજક દિલીપ વાધેલાને વીજ તાર પર ભરાઇ ગયેલા કબુતર (Pigeon) ને કાઢવાનો પ્રયત્ન કરતા શોક લાગ્યો હતો અને ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના સમાચાર મળતા શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મૃતકના પરિવારને તાત્કાલિક રૂપિયા 11,000 ની સહાય આપવાની જાહેરાત કરી હતી. જેનાથી પ્રેરણા લઇ નોંધપાત્ર વ્યક્તિઓ તેમજ સંસ્થાઓએ મૃતકના પરિવારને સહાય આપી હતી.

મૃતકના પરિવારને દર મહીને રૂપિયા 2500 આપવાની જાહેરાત કરાઈ

શિક્ષણપ્રધાન (State Education Minister) ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) એ માલપુરમાં મૃતક દિલીપના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમને જુદી જુદી સંસ્થાઓ તરફથી મળેલી સહાયના ચેક અર્પણ કર્યા હતા. આ ઉપરાંત જિલ્લાના શિક્ષણ સંધની સહકારી બેન્ક દ્રારા પણ મૃતકના પરિવારને દર મહીને રૂપિયા 2500 આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

શાળાઓ પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે

આ ઉપરાંત તેમણે મહત્વની જાહેરાત કરી હતી કે, શાળાઓ પુન: શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. જેમ ગયા વખતે તબક્કાવર શાળાઓ ખુલી હતી તે પ્રમાણે આ વખતે પણ નિર્ણય લેવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ, સાબરકાંઠા-અરવલ્લી સાંસદ (MP) દિપસિંહ રાઠોડ, મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડના ધારાસભ્ય (MLA) જશુ પટેલ તથા જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.