- અરવલ્લી જિલ્લાની બાયડ SBIના બે કર્મચારી કોરોના ગ્રસ્ત
- તમામ કર્મચારીઓનો રેપિડ ટેસ્ટ માટે આરોગ્ય વિભાગે તજવીજ હાથધરી
- શિયાળાની શરૂઆત થતા રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો
અરવલ્લીઃ જિલ્લાની બાયડ SBI બેંકમાં પણ કોરોનાએ પગ પેસરો કર્યો છે. બેંકના બે કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બનતા બેંકને સેનિટાઇઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત બેંકના તમામ કર્મચારીઓનો રેપિડ ટેસ્ટ માટે આરોગ્ય વિભાગે તજવીજ હાથધરી હતી. કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતા બેંકનું કામકાજ બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યુ છે.
બેંકના ગ્રાહકોમાં ભય ફેલાયો
બેંકના કર્મચારીઓને કોરોના અંગેના સમાચાર વાયુવેગ પ્રસરતા ગ્રાહકોમાં તેમજ બેંકની મુલાકાત લેનારા વ્યક્તિઓમાં પણ ભય ફેલાયો હતો. નોંધનીય છે કે, આ પૂર્વે પણ જિલ્લાની વિવિધ બેંકોમાં કર્મચારીઓ કોરોના કોરોના સંક્રમિત થયા હતા.