- કોરોના સંક્રમણના ભયને લઇને બાયડ APMC એક સપ્તાહ સુધી બંધ
- APMCના 3 વેપારીઓ થયા કોરોના સંક્રમિત
અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં કોરોના કહેર વધતા લોકોમાં ભય ફેલાયો છે ત્યારે બાયડ APMC એક સપ્તાહ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બાયડના APMCના ત્રણ વેપારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 ડિસેમ્બર સુધી જાહેર હરાજી તેમજ યાર્ડના અન્ય કામકાજ બંધ રહેશે.
બાયડમાં કોરોનાના 64 પોઝિટીવ દર્દીઓ
બાયડ નગર તેમજ તાલુકામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક 64 પર પહોંચ્યો છે. જોકે સત્તાવાર આંકડાઓ મુજબ હાલ એક પણ દર્દી સારવાર હેઠળ નથી.