અરવલ્લી: લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ હોવાથી સમાજના દરેક વર્ગની આર્થીક પરિસ્થિતિ કથળી ગઇ છે. સરકારે અનલોક જાહેર કર્યા બાદ પણ મોટાભાગના ધંધા રોજગારોમાં મંદીની અસર જોવા મળી રહી છે, ત્યારે અર્થતંત્રને ફરીથી બેઠું કરવા સરકારે બેંકો મારફતે આત્મનિર્ભર લોન આપવાની જાહેરાત કરી છે. જોકે આ લોન મેળવવી સામાન્ય વ્યક્તિની પહોંચની બહાર છે. અરવલ્લી જિલ્લાના બેન્ડ એસોસીયેશન લોન મેળવવામાં પડતી તકલીફો અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આત્મનિર્ભર લોન આપવામાં બેંકોના ઠાગાઠૈયા, બેન્ડ એસોસિએશને કલેકટરને આપ્યું આવેદનપત્ર
કોરોના વાઇરસના પગલે દેશમાં લોકડાઉન લાગ્યુ હતું. જેમાં અનેક ધંધા રોજગાર બંધ રહ્યાં હતાં. આ ધંધા રોજગારની ગાડી ફરી પાટે ચડાવવા માટે સરકારે આત્મનિર્ભર લોન અંગેની જાહેરાત કરી હતી, પરંતુ આ લોન અંગેની સમજ હજુ કેટલાકને પહોંચ બહાર છે અને કેટલીક જગ્યાઓ પર બેંક પણ આનાકાની કરી રહી છે. આ વચ્ચે જિલ્લામાં બેન્ડ એસોસીયેશનને લોન મેળવામાં પડતી મુશ્કેલી અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
બેન્ડ એસોસીએશને કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર