મોડાસા- સરકારે આત્મનિર્ભર લોનની જાહેરાત કરી ત્યારે નાના મધ્યમ વર્ગના વ્યક્તિઓ જેઓના ધંધારોજગાર પર લોકડાઉનની માઠી અસર પડી છે તેમને આશાનું કિરણ દેખાયું હતું. પરંતુ આ કિરણ બેંકોની અવળચંડાઇરૂપી વાદળોમાં ઘેરાઇ ગયું છે. સરકારની બે ટકાવાળી લખટકીયાની લોન લેવા બેંકોના ચક્કર કાપી ગરીબ મધ્યમ વર્ગના અરજદારો ચપ્પલ ઘસી રહ્યાં છે. પરંતુ લોન મળે તેવી દૂરદૂર સુધી કોઇ શક્યતા ન જોવા મળતાં અરજદારો નિરાશ થયાં છે. મોટાભાગની બેંકોએ તેમને આત્મનિર્ભર લોન આપવાનો નનૈયો ભણ્યો છે. તો કેટલીક બેંકોના તો લોન આપવાના નિયમ જ તેમની પહોંચની બહાર છે. ત્યારે નાના વેપારીઓ, મધ્યમ તથા શ્રમિક વર્ગ અને વ્યક્તિગત કારીગરો માટે સરકારની આત્મનિર્ભર લોન હથેળીમાં ચાંદ જેવી સાબિત થઇ રહી છે.
આત્મનિર્ભર લોન ગરીબો માટે હથેળીમાં ચાંદ જેવી
લૉકડાઉનમાં ધંધા રોજગાર બંધ હોવાથી સમાજના દરેક વર્ગની આર્થિક પરિસ્થિતિ કથળી ગઇ છે. સરકારે અનલોક 1, 2, 3, 4 જાહેર કર્યા પછી પણ મોટાભાગના ધંધા રોજગારોમાં મંદીની અસર જોવા મળી રહી છે. ત્યારે અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા માટે સરકારે બેંકો મારફતે આત્મનિર્ભર લોન આપવાની જાહેરાત કરી છે. જોકે આ લોન મેળવવી સામાન્ય વ્યક્તિની પહોંચની બહાર છે.