અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી પોલીસે ને બાતમી મળતા શામળાજી પોલીસે સાથે અણસોલ ગામ નજીક નાકાબંધી કરી હતી. આ દરમ્યાન એક શંકસ્પદ ટ્રક-કન્ટેનર આવતા અટકાવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ટ્રક-કન્ટેનર ચાલકે ટ્રક રોડ પર દોડાવી મુકતા પોલીસે ટ્રક-કન્ટેનરનો પોલીસ જીપમા પીછો કરી વેણપુર ગામ નજીક બસ સ્ટેશન પાસે ટ્રક-કન્ટેનર રોડ પર મૂકી ફરાર થઈ ગયા હતા
![શામળાજી પોલીસે ટ્રક-કન્ટેનરમાં થી ૬૨ ગૌવંશ બચાવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5450631_16_5450631_1576932095838.png)
![શામળાજી પોલીસે ટ્રક-કન્ટેનરમાં થી ૬૨ ગૌવંશ બચાવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5450631_487_5450631_1576932069717.png)
![શામળાજી પોલીસે ટ્રક-કન્ટેનરમાં થી ૬૨ ગૌવંશ બચાવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5450631_863_5450631_1576932129467.png)
પોલીસે ટ્રક-કન્ટેનરમાંથી ગાય-વાછરડા નંગ-62 કીં.રૂ.186000/-તથા ટ્રક-કન્ટેનર કીં.રૂ.10,00,000/- મળી કુલ રૂ.11,86,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યા હતા. જ્યારે ગૌવંશને ઇડર પોજરાપોળ મોકલી આપી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.