ETV Bharat / state

અરવલ્લીમાં મેઘરજની જલારામ હોસ્પિટલમાં ટ્રસ્ટી સાથે મારામારી કરનારા દર્દીના પૂત્રની ધરપકડ - મેઘરજ પોલીસ

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ટ્રસ્ટ સંચાલિત જલારામ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે મારામારી થઈ હતી. એક દર્દીને પુત્રએ હોસ્પિટલના ટ્રસ્ટી સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. તો હોસ્પિટલના ટ્રસ્ટીના ફરિયાદના આધારે મેઘરજ પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લીમાં મેઘરજની જલારામ હોસ્પિટલમાં ટ્રસ્ટી સાથે મારામારી કરનારા દર્દીના પૂત્રની ધરપકડ

author img

By

Published : Sep 17, 2021, 3:17 PM IST

  • મેઘરજની જલારામ હોસ્પિટલમાં દર્દીના પૂત્રએ કરી મારામારી
  • મારામારીના સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં થયા કેદ
  • દર્દીના પૂત્રએ ડૉકટર અને સ્ટાફ સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનો આક્ષેપ
  • આરોપીએ ટ્રસ્ટી સાથે ઝઘડો કરી તેમની સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ

અરવલ્લીઃ જિલ્લાના મેઘરજમાં ટ્રસ્ટ સંચાલિત જલારામ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે એક દર્દીના પૂત્રએ હોસ્પિટલના ટ્રસ્ટી સાથે ઝઘડો કર્યો હતો. તો હોસ્પિટલના ટ્રસ્ટીની ફરીયાદના આધારે મેઘરજ પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મારામારીના સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં થયા કેદ

આ પણ વાંચોઃ પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને કોર્પોરેટર વચ્ચે મારામારી

ટ્રસ્ટીને મારીને ભાગી ગયો હતો આરોપી

આ અંગે મળતી માહિતી અનુસાર, મહિલા દર્દીના પૂત્રએ હોસ્પિટલમાં વ્યવસ્થા બાબતે કેશ બારી પર અસભ્ય વર્તન કર્યું હતું. તે દરમિયાન હાજર સ્ટાફે ડોકટરને બોલાવ્યા હતા. જોકે, ઝઘડો કરનાર વિશાલ પંડયાના નામનો શખ્સ વધુ ઉગ્ર થતા હોસ્પિટલના ટ્રસ્ટી પણ દોડી આવ્યા હતા. તે દરમિયાન આરોપી વિશાલ પંડયાએ ટ્રસ્ટી અભિષેક પટેલને માર મારતા હોસ્પિટલનો સ્ટાફ હેબતાઈ ગયો હતો. જોકે, આરોપી ઝઘડો કરી હોસ્પિટલમાંથી છટકી ગયો હતો. ત્યારબાદ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં નજીવી બાબતે 2 જૂથો વચ્ચે છૂટ્ટાહાથની મારામારી, જૂઓ વીડિયો...

આરોપી નશાની હાલતમાં હતો

આ અંગે મેઘરજના પી.એસ.આઈ એમ. ડી. પંચાલે જણાવ્યુ હતું કે, આરોપીને ગઈકાલે રાત્રે આઈ.પી.સી.ની ધારા 323, 504, 506 (2) હેઠળ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તેમ જ ધરપકડ થઈ તે વખતે આરોપી નશાની હાલતમાં હોવાથી પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.