ETV Bharat / state

ગાંધીનગરમાં આત્મહત્યા કરનાર PI પટેલના મૃતદેહને અરવલ્લી પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું

ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખાના PI તરીકે ફરજ બજાવતા અને અરવલ્લીના બાયડના વતની 41 વર્ષીય પ્રિતેશ પટેલે પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો હતો. PI પ્રિતેશ પટેલનું અકાળે મોત થતા તેમના પરિવારજનોમાં ગમગીની છવાઇ હતી.

Aravlli police
આત્મહત્યા કરનાર પોલીસ
author img

By

Published : Sep 20, 2020, 11:02 PM IST

અરવલ્લીઃ ગાંધીનગર સચિવાલયમાં PI તરીકે ફરજ બજાવતા અને મૂળ અરવલ્લી જિલ્લાના બાયડના વતની પ્રિતેશ પટેલે પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી. PI પટેલના મૃતદેહને માદરે વતન બાયડમાં લવાતા અરવલ્લી પોલીસે PI પ્રિતેશ પટેલના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

બાયડના વતની અને ગાંધીનગર ખાતે PI તરીકે ફરજ બજાવતા પ્રિતેશ જે.પટેલ થોડા સમય અગાઉ બાળકોના સારા અભ્યાસ અર્થે બાયડથી પરિવાર સાથે ગાંધીનગર સરગાસણ ખાતે રહેવા ગયા હતા. શનિવારે મોડી રાત સુધી પ્રિતેશ પટેલ ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે તપાસ હાથ ધરતા સચિવાલય સંકુલમાં ગૃહવિભાગની સામે આવેલા પાર્કિંગમાં PIએ પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરેલી હાલતમાં મળી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ગૃહકંકાસને લઇ 41 વર્ષીય પ્રિતેશ જે. પટેલે જીવન ટુંકાવ્યુ હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. મૃતક PIના પત્ની ડાભા નજીક આવેલ માનપુર શાળામાં શાળામાં ફરજ બજાવી રહ્યા છે, જ્યારે તેમના પિતા બાયડના અગ્રણી વેપારી છે.

ઉલ્લેખનીય છે કે, PI પી.જે.પટેલના પાર્થિવ દેહને બાયડ મહિલા PI ગોહિલની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.