અરવલ્લીઃ ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે પરંતુ બુટલેગરો યેન કેન પ્રકારે દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરે છે.અગામી દિવસોમાં વર્ષના છેલ્લા દિવસે ગુજરામાં દારૂની રેલમ છેલ હોય છે. ત્યારે મોટા પ્રમાણમાં આંતરરાજ્ય બોર્ડર પર થી દારૂ ઘુસાડવામાં આવશે તેવા અંદેશા સાથે ગુજરાતની સરહદો પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. અરવલ્લી જિલ્લાની અડીને આવેલ રાજસ્થાન બોર્ડર(Aravalli Rajasthan Border ) પર પોલીસ દ્વારા તમામ વાહનોનું ચેકીંગ હાથ (Police checking at interstate border )ધરવામાં આવી રહ્યુ છે.
રાજસ્થાનની રતનપુર બોર્ડર પર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત
31 ડીસેમ્બરના રોજ ગુજરાતમાં પાર્ટીઓનું આયોજન (Planning of parties in Gujarat on 31st December )થાય છે. જેમાં દારૂની મેહફીલો મંડવાની શક્યાતો વધી જાય છે, ત્યારે આંતર રાજ્ય સરહદો પર હાલ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના શામળાજીને અડીને આવેલ રાજસ્થાની રતનપુર બોર્ડર( Ratanpur Border of Rajasthan )પર જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી વાહનોનું સઘન ચેકીંગ હાથ (Police checking at interstate border )ધરવામાં આવી રહ્યુ છે. ફરજ પર પોલીસ અધિકારીઓ દ્વારા ગુજરાતમાં પ્રવેશી રહેલા તમામ વાહનો તલાશી લેવાઈ રહી છે.
આંતર રાજ્ય સરહદની પોલીસ ચોકીઓ બંધ કરવામાં આવી
નોંધનીય છે કે બે વર્ષ અગાઉ દારૂની હેરાફેરી અટકાવવા ગુજરાતની તમામ આંતર રાજ્ય સરહદો પોલીસ ચોકી હતી. પરંતુ સરકારે એકાએક ઐતિહાસિક નિર્ણય લઈને આ પોલીસ ચોકીઓ બંધ કરી હતી.
આ પણ વાંચોઃ Corona Fear in Students : કોરોના વધતા વાલીઓ સંમતિપત્ર પાછાં લેવા માંડ્યાં, શાળાઓમાં 20થી 35 ટકા હાજરી ઘટી
આ પણ વાંચોઃ New Year party in Ahmedabad 2021 : જાણો 31 ડિસેમ્બરની રાત માટે પોલીસનો ખાસ એક્શન પ્લાન