ETV Bharat / state

અરવલ્લીમાં માસ્ક ન પહેરનારા પાસેથી પોલીસે અધધધ..દંડ વસૂલ્યો - કોરોના પોઝિટિવ

અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણને અટકાવવા ફરજિયાત માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનો અમલ કરાયો છે. આ માટે વહીવટીતંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

Aravalli police recovered fines from those who did not wear masks
અરવલ્લીમાં માસ્ક ન પહેરનારા પાસેથી પોલીસે અધધધ..દંડ વસૂલ્યો
author img

By

Published : Jun 24, 2020, 8:03 PM IST

મોડાસા: અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણને અટકાવવા ફરજિયાત માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનો અમલ કરાયો છે. આ માટે વહીવટીતંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે સમગ્ર જિલ્લામાં જાહેરનામા બહાર પાડી માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે, તેમ છંતા લોકો કોરોનાને બિમારીને ગંભીરતાથી લીધા વિના ફરે છે. આવા લોકો સામે દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Aravalli police recovered fines from those who did not wear masks
અરવલ્લીમાં માસ્ક ન પહેરનારા પાસેથી પોલીસે અધધધ..દંડ વસૂલ્યો

સમગ્ર રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઇ માસ્ક પહેર્યા વિના ફરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સત્તા પોલીસને પણ સોંપવામાં આવી છે. જેમાં પોલીસ વિભાગ સક્રિય થઇ છેલ્લા પાંચ દિવસમાં 595 લોકો પાસેથી 1,19,000 દંડ વસૂલ કર્યો છે.

જ્યારે મોડાસા શહેરમાં પણ કોરોના કેસ વધતા નગરપાલિકા દ્વારા શહેરના ડુગરવાડા ચોકડી, ટાઉન હોલ ચાર રસ્તા તેમજ નવિજ બસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશ્યલ ડ્રાઇવ કરી માસ્ક ન ધારણ કરનાર લોકોને દંડ કર્યો છે. જેમાં છેલ્લા 6 દિવસ દરમિયાન 213 લોકો પાસેથી 42,6000 દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જૂન માસ દરમિયાન 631 માસ્ક વિનાના રાહદારીઓને 1,26,200નો દંડ કરાયો છે. કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યો છે. જેમાં ગ્રામ્યમાં 107 અને શહેરી વિસ્તારમાં 95 મળી કોરોના પોઝિટિવ આંક 200ને પાર પંહોચી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.