- અરવલ્લી પોલીસે મોડાસાની દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ
- છારાનગરમાં ઘરે ઘરે દારૂની ભઠ્ઠીઓ
- બુટલેગરો અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટ્યા
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના જીવણપુર ગામનું છારાનગર એટલે દેશી દારૂનો ગાળવાનો ગૃહ ઉધોગ. આ વિસ્તારમાંથી ગુજરાતના ઘણા સ્થળોએ દેશી દારૂની સ્પલાય કરવામાં આવે છે. છરાનગરમાં ઘરે ઘરે દારૂની ભઠ્ઠીઓ છે. ગુરૂવારની મોડી રાત્રીએ દેશી દારૂ માટેના કુખ્યાત વિસ્તાર છારાનગરમાં ડીવાયએસપી ભરત બસીયાએ એલસીબી, પીઆઈ આર.કે.પરમાર, પેરોલ ફર્લો પીએસઆઈ કે એસ સીસોદીયા અને તેમની ટીમ સાથે રેડ કરી હતી. રાત્રેના સમયે દેશી દારૂ ગળાતો હતો તે જ સમયે પોલીસે ત્રાટકી હતી, પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી 20 હજારથી વધુ લીટર દેશી દારૂના વોશનો નાશ કર્યો હતો અને મોટા પ્રમાણમાં દારૂ બનાવવાની અન્ય સામગ્રી જપ્ત કરી હતી. જોકે પોલીસ રેડની જાણ થતા જ બુટલેગરો અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટ્યા હતા. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મહિલાઓ કરે છે દેશી દારૂનો ધંધો
છારાનગરમાં મોટાભાગે મહિલાઓ દેશી દારૂનો ધંધો કરે છે. રાત્રે મોટા પ્રમાણમાં દેશી દારૂ ગાળવામાં આવે છે અને વહેલી સવારે હજારો લીટર દારૂ આ વિસ્તારમાંથી રાજ્યના કેટલાય સ્થળો દ્વારા સ્પલાય કરવામાં આવે છે. એવુ નથી કે પોલીસ આ વાતથી અજાણ છે, પરંતુ રેડ અમુક વખતે જ કરવામાં આવે છે અને પછી પરિસ્થિત પહેલા જેવી થઇ જાય છે.
અહિંના લોકો પહેલા ચોરી કરતા હતા
આ વિસ્તાર ગેરકાયદેશર પ્રવૃતિઓ માટે વર્ષોથી ઓળખાય છે. પહેલા આ લોકો ચોરી કરતા હતા. જોકે સમય જતા હવે દારૂ ગાળવાનો અને વેચવાનો ધંધો કરી રહ્યા છે. લોકોના જણાવ્યા અનુસાર તેમની પાસે બીજુ કંઇ પણ કરવાની આવડત નથી.