અરવલ્લીઃ જિલ્લા LCB પોલીસે બાતમીના આધારે શામળાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વેણપુર ગામની સરહદમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકની તપાસ કરતાં 4.94 લાખના વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ સાથે ટ્રકમાં સવાર 2 ઇસમોની ધરપકડ કરી છે.
અરવલ્લી જિલ્લા LCB પોલીસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નં-8 પર આવેલા વેણપુર ગામની સરહદે બતામીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ભૂંસુ ભરેલી ટ્રકને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. જેમાં 4.94 લાખની 1,236 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેથી પોલીસે ટ્રક અને મોબાઈલ સાથે રૂપિયા 14,96,900ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના રહેવાસી ટ્રક ડ્રાઇવર સલીમ કાસમ અને શોકીન જહરુદ્દીન મેવુની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.