અરવલ્લીઃ રાજ્યના પશુપાલકોને સરળતાથી ઘરઆંગણે નિ:શુલ્ક પશુ સારવાર મળી રહે, તે હેતુથી GVK સંચાલિત PPP મોડેલથી 10 ગામદીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેથી અરવલ્લી જિલ્લાને પ્રથમ તબક્કામાં 5 મોબાઈલ પશુ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાથી પશુપાલકો ટોલ ફ્રી નંબર 1962 ઉપર ફોન કરી પશુઓ માટે 365 દિવસ ઘરઆંગણે નિઃશુલ્ક સારવાર કરાવી શકશે.
અરવલ્લીમાં 5 મોબાઈલ પશુ વાનની ફાળવણીઅરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખે 5 મોબાઈલ પશુ વાનને લીલી ઝંડી આપી
- પ્રથમ તબક્કાની ફાળવણી કરાય
- 10 ગામદીઠ આપવામાં આવી એક વાન
- સારવાર માટે પશુપાલકોને ટોલ ફ્રી નંબર 1962 પર કરવો પડશે સંપર્ક
- 365 દિવસ મળશે સેવા
પશુપાલકો માટે આશીર્વાદરૂપ સમાન આ યોજના અંગે જણાવતા જિલ્લા પશુપાલન અધિકારી ચૌહાણે કહ્યુ હતું કે, પશુપાલકોને હવે પોતાના પશુઓને દવાખાના સુધી લાવવા-લઈ જવામાં પડતી મુશ્કેલીઓ દૂર થઇ છે. આ નિ:શુલ્ક સેવાથી પશુઓની સારવાર ઘરબેઠાં કરાવી શકશે. આનો લાભ અરવલ્લી જિલ્લાના 9. 20 લાખ પશુધનને મળશે.
આ કરૂણા એમ્બ્યુલન્સના પ્રસ્થાન સમયે ભિલોડાના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારા, બાયડના ધારાસભ્ય જશુ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલીયા સહિત પશુપાલન વિભાગના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.
જિલ્લાના કયા કયા ગામોને લાભ મળશે??
ધનસુરા તાલુકાના ગામઃ રમોસ, આમોદ્રા, જસવંતપુરાકંપા, કિડી, જાલમપુર, કાશીપુરા, રામપુરા(વડાગામ) કનાલ, કંજોડીયા અને કિશોરપુરા
ભિલોડા તાલુકાના ગામઃ ટાકાટુકા, પાદરા, કલ્યાણપુરા, જાયલા, ઉબસલ, બોલુન્દ્રા, મઠ, કમઠાડીયા, બાવળીયા અને વજાપુર
માલપુર તાલુકાના ગામઃ અણિયોર, કોઠી, પરપોટીયા, ડામોરના મુવાડા, કોઠીયા, વાડીનાથના મુવાડા, ખલીકપુર, વાકાનેડા, સુવરચાર અને વિરણીયા
બાયડ તાલુકાના ગામઃ રણેચી, રડોદરા, કાદવીયા, ટોટુ, લાલપુર, હેમાત્રાલ, જુમાત્રાલ, દહેગામડા, સીમલજ અને નાંભેલા
મોડાસા તાલુકાના ગામઃ મોટી ઇસરોલ, નાની ઇસરોલ, જીતપુર, સુરપુર, માધુપુર, રાજલી, ભીલકુવા, વાઘોડીયા, ઉમેદપુર અને જીવણપુર