- અરવલ્લી અને મોડાસાના દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓમાં તફાવત
- આરોગ્ય વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલ આંકડા અને મોડાસના સાર્વજનિકના આંકડાઓમાં તફાવત
- લોકોને સ્વયંભુ લોકડાઉનનું પાલન કરવાની સલાહ
અરવલ્લીઃ જિલ્લામાં કોરોના કેસનો આંક 637 પર પહોંચ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગની અખબારી યાદી મુજબ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં-6, વાત્રક જનરલ હોસ્પિટલમાં-03, તેમજ સિવિલ હોસ્પીટલ હિમતનગરમાં 02 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 03 દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે આરોગ્ય વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલ આંકડા અને મોડાસા સાર્વજનિકના આંકડાઓમાં તફાવત જોવા મળ્યો હતો.
અરવલ્લી અને મોડાસાના આંકડાઓમાં તફાવત
આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડાઓ મૂજબ સમગ્ર જિલ્લામાં કુલ-14 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. જોકે મોડાસા કોવિડ હોસ્પિટલની યાદી મુજબ 39 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે વાત્રક કોવિડ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલ્સનો વાસ્તવિક આંકડો કેટલો હશે તે પ્રશ્ન ઉભા થયો છે.
અરવલ્લી જિલ્લા મેડીકલ એસોશીયન દ્રારા લોકોને સ્વયંભુ લોકડાઉનનું પાલન કરવાની સલાહ
તો બીજી બાજુ કોવીડ-19ના ફેલાવાના અટકાવવા અરવલ્લી જિલ્લા મેડીકલ એસોશીયન દ્રારા લોકોને કામ વિના બહાર ન નિકળવા તેમજ સ્વયંભુ લોક ડાઉન નું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.