અરવલ્લી : જિલ્લા એલસીબી પોલીસને અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં કેટલાક વેપારીઓ લોકડાઉનના સમયમાં ગેરકાયદેસર દુકાન ખુલ્લી રાખી જીવનજરૂરિયાત ચીજ વસ્તુઓની આડમાં પાન-મસાલા ગુટખા અને માવાનું વેચાણ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થતા છગનલાલ મલજીરામ જનરલ સ્ટોર્સમાં રેડ કરી હતી.
આ દુકાનમાંથી પાન-મસાલા ગુટખા તમાકુના 160 પેકેટ કીંમત રૂપિયા 21,065 સાથે વેચાણ કરતા છગનલાલ મલજીરામ શાહને ઝડપી લીધા હતા. જ્યારે મોડાસાના ગાંધીવાડા વિસ્તારમાં આવેલા શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોરમાં પાન-મસાલા ગુટખાનું વેચાણ કરતા સંજય ઇન્દુલાલ પરીખને રૂપિયા 633ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બંને વેપારીઓ સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.