ETV Bharat / state

અરવલ્લી કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલની કામગીરીને વેગ આપવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું - અમૃતેશ ઔરંગાબાદકર

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સિવિલ હોસ્પિટલ માગ કરવામાં આવી રહી છે. અરવલ્લી સિવિલ હોસ્પિટલ માટે જમીન ફાળવાઇ ગયા બાદ આ અંગે કાર્યવાહી મંદગતિએ ચાલી રહી છે. આ અંગે કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, ધારાસભ્ય જશુ પટેલ, અનીલ જોષીયારા, રાજુભાઇ ઠાકોરે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરને આવેદન પત્ર આપી સિવિલ હોસ્પિટલ માટે કાર્યવાહી ઝડપથી કરવામાં આવી તેવી માગ કરી હતી.

અરવલ્લી કોંગ્રેસ
અરવલ્લી કોંગ્રેસ
author img

By

Published : Apr 12, 2021, 8:26 PM IST

  • અરવલ્લી કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલની કામગીરીને વેગ આપવા કલેક્ટરને આવેદનપત્ર અપાયુ
  • કોરોનાના દર્દીઓને પડતી હાલાકીનો મુદ્દો પણ ઉઠાવાયો
  • અરવલ્લી જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત

અરવલ્લી : જિલ્લામાં સિવિલ હોસ્પિટલ માટે જમીનની ફાળવણી કરી દેવાયા બાદ કોઇ નક્કર કામ ન થતા જિલ્લા કોંગ્રેસે સોમવારે ફરીથી આ મુદ્દાને લઇને જિલ્લા કલેક્ટરની મુલાકાત કરી હતી. અરવલ્લી જિલ્લાના ત્રણેય ધારાસભ્યો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરને આવેદનપત્ર આપીને સિવિલ હોસ્પિટલની કામગીરીને વેગ આપવા રજૂઆત કરી હતી.

આ પણ વાંચો - અરવલ્લીમાં સિવિલ હોસ્પિટલ માટે જમીન ફળવાતા કોંગ્રેસે આંદોલનની જીત ગણાવી

અરવલ્લી જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત

આ ઉપરાંત આવેદપત્રમાં જિલ્લામાં કોરોના દર્દીઓના અને મરણના આંકડામાં વિસંગતા જોવા મળે છે. જિલ્લા દર્દીઓને કોવિડ હોસ્પિટલોમાં વેન્ટીલેટર અને ઓક્સિજનની સુવિધા ન મળતી હોવાથી મોટા શહેરોમાં ઇલાજ કરાવવા જવું પડે છે. તેમજ રેમડેસીવર ઇન્જેક્શનની પણ જિલ્લામાં અછત છે, તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.

અરવલ્લી કોંગ્રેસ દ્વારા સિવીલ હોસ્પિટલની કામગીરીને વેગ આપવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

આ પણ વાંચો - કોંગ્રેસે સિવિલ હોસ્પિટલની માગને લઇ યોજેલા ધરણામાં ધારાસભ્યો સહિતનાની અટકાયત કરાઇ

ક્યાં ફળવાઇ છે જમીન?

અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલના નિર્માણ માટે જિલ્લા કલેક્ટરે સેવા સદન નજીક પાલનપુર ગામની સીમમાં સર્વે નંબર - 105 પૈકીની 3.85 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. નોંધનીય છે કે, અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી સિવિલની માગને લઇને સતત માંગણીઓ થઇ રહી છે, પરંતુ અગમ્યો કારણસર આ કામ ગોકળગાય ગતી ચાલી રહ્યુ છે. આ આશરે સાતથી આઠ માસ પહેલા સિવિલ હોસ્પિટલ માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી, ત્યારે બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે તેવુ જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતું. જો કે, ફાળવણી કરાયેલા સ્થળ પર હજૂ એક ઇંટ પણ મૂકાઇ નથી.

આ પણ વાંચો - અરવલ્લીમાં હોસ્પિટલની માગ સાથે કોંગ્રેસે ધરણા કર્યા, પોલીસે તમામની ધરપકડ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.