ધવલસિંહ ઝાલાએ જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ રહેવર દ્વારા પક્ષમાં તેમની છબી ખરાબ કરવા તેમને કોંગ્રેસના તમામ કાર્યક્રમોથી દૂર રાખતા હોવાનો આક્ષેપ કર્યો હતો . તેમણે વધુમાં જણાવ્યું કે, આ અંગે તેમણે પક્ષ કાર્યાલય પર જાણ કરી છે.
કેટલાક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હવે 23મી મે ની રાહ જોઇ રહ્યા છે. જો કેન્દ્રમાં ભાજપ સત્તા પર આવે તો તેઓ પાટલી બદલે તો તેમાં કોઇ નવાઇ નહીં.