મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થતાં નગરજનોમાં ભય ફેલાયો છે. જેને લઇ નગરજનોએ એક અઠવાડીયા સુધી વેપાર ધંંધો બંધ કરવાનો સ્વભૂં નિર્ણય લીધો હતો. વેપાર ધંધાની સાથે સાથે હવે બેંકોએ પણ એક અઠવાડીયા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
મોડાસા અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક હોવાથી રોજ સવારે મોટા ભાગની બેંકો આગળ મોટી કતારો જોવા મળતી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ જોવા મળતો હતો. જેને લઇને નગરજનો અને વહીવટી તંત્રમાં સતત ચિંતા રહેતી હતી. કોવિડ-19ના કેસ વધતા જ્યારે મોડાસાના વેપારીઓ અને નગરજનોએ બંધ પાળવાની તૈયારી દર્શાવી છે, ત્યારે બેંકોએ પણ લોકડાઉન 3.0ની અવધી સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.
11 મે થી 17 મે સુધી બેંકો દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે જરૂરિયાતમંદ વ્યક્તિઓને રોકડ નાણાં માટે તકલીફ ન પડે તે માટે વિવિધ બેંકોના ATM પૂરતી કેશ સાથે ખુલ્લા રહેશે.
હવે મોડાસાની તમામ બેંકો પણ લોકડાઉન 3.0ની અવધી સુધી રહેશે બંધ - મોડાસા ન્યૂઝ
અરવલ્લીમાં કોરોનાનું સંક્રમણ વધતાં નગરજનોએ એક અઠવાડીયા સુધી વેપાર ધંંધો બંધ કરવાનો સ્વભૂં નિર્ણય લીધો હતો. વેપાર ધંધાની સાથે સાથે હવે બેંકોએ પણ એક અઠવાડીયા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.