મોડાસા હજીરા ત્રણ રસ્તા પર વળાંકમાં હિંમતનગરથી ઢેકવા જતી એસ.ટી. બસ ઉભી હતી. તે દરમિયાન પૂરઝડપે આવતી રીક્ષા એસ.ટી બસ સાથે અથડાઈ હતી. જેથી રિક્ષામાં બેઠેલી ત્રણ વિદ્યાર્થીનીઓના શરીરે ઈજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.
અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખસેડી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.