અરવલ્લી : મેઢાસણ ગામનો યાજ્ઞિક જનકભાઈ સુથાર નામનો યુવક બાઈક પર તેની પત્ની હિમાની સુથાર સાથે મોડાસા કામકાજ અર્થે જઈ પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન ગણપતિ મંદિર નજીક વળાંકમાં પસાર થતા સમયે સામેથી આવતા બાઈક સવારે દંપતિની બાઈકને અથડાવતાં બાઈક સવાર દંપતિ રોડ પર પટકાયા હતા. જેથી શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી .
તેમાં મૃતક યાજ્ઞિક સુથારને સારવાર મળે તે પહેલા મોત નિપજતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું. જેમાં અકસ્માતના પગલે દોડી આવેલ મોડાસા રૂરલ પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો.