ETV Bharat / state

શામળાજીમાં ગમખ્વાર અકસ્માત, એકનું મોત

જિલ્લાના શામળાજી બસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું અને એકને ઇજા પહોંચી હતી.

અકસ્માત
અકસ્માત
author img

By

Published : Sep 16, 2020, 10:15 AM IST

અરવલ્લી : યાત્રાધામ શામળાજી બસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો. શામળાજી બસ સ્ટેશન નજીકથી પસાર થઇ રહેલા બાઇક ચાલકને ટ્રક-ટ્રેલર અડફેટે લેતા બાઈક પાછળ બેઠલો યુવક રોડ પર પટકાયો હતો. જેથી યુવક ટ્રક-ટ્રેલરના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે તેનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. શામળાજી પોલીસે અકસ્માત સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમાંર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો. તો પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લી જિલ્લાના ભિલોડાના ભવાનપુર ગામનો યુવક દક્ષ શંકરભાઇ પારઘી અને વિવેક શામળાજી બસ સ્ટેશન નજીકથી બાઇક લઇ પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન તેમની બાઈકને ટ્રક-ટ્રેલરે ધડાકાભેર અડફેટે લેતા બાઈક ચાલક સહીત પાછળ બેઠેલો દક્ષ પારઘી નીચે પટકતા તેના માથા પર ટ્રક-ટ્રેલરનું ટાયર ફરી વળ્યું હતું. જેથી યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાઈક ચાલક યુવક વિવેકના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માતના પગલે યુવકના પરિવારજનોમાં ગમગીની છવાઇ હતી. આ વચ્ચે ટ્રક-ટ્રેલરનો ચાલક ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.