અરવલ્લી: જિલ્લાના મોડાસના માલપુર રોડ પર વરસાદમાં દાહોદના ફતેપુરાથી વિજાપુર જતી એસટી બસના ચાલકે સાંઈ મંદિર નજીક મારૂતિ કોમ્પ્લેક્ષ આગળ વળાંક દરમિયાન સ્ટિયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતા બસ રોડની બાજુમાં ઝાડ સાથે અથડાઇ હતી.

બસ ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાતા આસાપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બસમાં સવાર યાત્રીમાંથી એક બાળકીને આંખના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ સિવાય અન્ય લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ અંગે બસના ચાલકે જણાવ્યું હતું કે રોડ પર ઓઇલ ઢોળાયેલુ હતું. જેના કારણે ચાલુ વરસાદમાં બ્રેક મારવા જતા બસ સ્લીપ થઈ ગઈ હતી. સદનસીબે વાહનો અને રાહદારીઓથી ધમધમતા રોડ પર મોટી જાનહાની ટળી હતી.