મોડાસા તાલુકાના બાયલ-ઢાંખરોલ ગામના અને જુના વડવાસા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ જયંતીભાઈ પટેલ કાર લઈ શામળાજી કામકાજ અર્થે ગયા હતા. ત્યાંથી મોડાસા તરફ પરત ફરતી વખતે ખેરંચા ગામ નજીક અચાનક સામેથી પુરઝડપે આવતા ટ્રકે કારને ટક્કર મારતા કારમાં દબાઈ જવાથી ઘટના સ્થળેજ તેમનું મોત થયું હતુ. ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો.
અકસ્માતના પગલે પરિવારજનો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડયા હતા. શામળાજી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી ફરિયાદના આધારે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ટ્રક ચાલકને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે.