શનિવારે સાંજના સુમારે રાજસ્થાન તરફથી આવતું ટ્રક અને ટ્રેલરે શામળાજી બસ સ્ટેન્ડ નજીક પલટી ખાધી હતી. જેના કારણે રોડ નજીક આવેલી 6 થી 7 કેબિન અડફેટે આવી હતી .જેમાં શામળાજીના સાત વર્ષીય મીત અને 46 વર્ષના સુરેશભાઈનું ટ્રક-કન્ટેનર નીચે આવી જતા મોત નિપજ્યું હતું.
આ સમગ્ર ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકોએ અમદાવાદ-ઉદેપુર હાઇવે.નં-8 પર ચક્કાજામ કર્યો હતો, ત્યારે જિલ્લાની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડી ટ્રાફિક જામ પૂર્વરત કરાવ્યો હતો. આ ઉપરાંત દિવસભર ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોધાવ્યો હતો.