ETV Bharat / state

અરવલ્લી L.C.Bએ કાલબેલિયા-જોગી ગેંગના ફરાર આરોપીને ઝડપી પાડ્યો - crime news of gujarat

અરવલ્લી: ગત માર્ચ મહિનામાં ચોરીના ગુનામાં ઝડપાયેલ ફરાર આરોપીને ઝડપી પાડવામાં અરવલ્લી એલ.સી.બીને સફળતા મળી છે. મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશને કાલબેલિયા-જોગી ગેંગના બે તસ્કરો લોકઅપના શૌચાલયની જાળી તોડી ફરાર થઇ ગયા હતા. એક આરોપી રાજુ હીરાભાઈ કાલબેલિયાને જૂન માસમાં સાબરકાંઠા એલ.સી.બી પોલીસે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા આરોપી મુકેશ ઉર્ફે કાલુ માંગીલાલ જોગીને અરવલ્લી જિલ્લા એલ.સી.બી ઝડપી પાડ્યો છે.

અરવલ્લી-મોડાસા
અરવલ્લી એલ.સી.બીએ કાલબેલિયા-જોગી ગેંગના ફરાર આરોપીને ઝડપી પાડ્યો
author img

By

Published : Nov 26, 2019, 11:03 PM IST

મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મધ્યરાત્રીએ લોકઅપમાં રહેલા કાલબેલિયા-જોગી ગેંગના બે તસ્કરો શૌચાલયની જાળી તોડી ફરાર થઇ ગયા હતા. જેમાંના એકને જૂન માસમાં સાબરકાંઠા એલ.સી.બી પોલીસે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા આરોપી મુકેશ ઉર્ફે કાલુ માંગીલાલ જોગીને અરવલ્લી જિલ્લા એલ.સી.બી ઝડપી પાડ્યો છે. બન્ને આરોપીઓ મૂળ રાજસ્થાનનાં રહેવાસી તેમજ વિચરતી જ્ઞાતિના છે. આવા લોકોને રહેવાનું ઘર પણ ન હોઇ તેમને પકડવા પોલીસ માટે પડકારજનક પ્રશ્ન હતો. જો કે, એલ.સી.બી પોલીસ સબ ઇન્સપેકટર કે.કે રાજપુત અને તેમની ટીમને આ આરોપી અંગે બાતમી મળતા મોડાસા બાયપાસ રોડ બાજકોટ મંદિર નીચે ઘેરો નાખી પકડી લીધો હતો.

Intro:સાત માસ પછી અરવલ્લી એલ.સી.બી એ મોડાસા રૂરલ પો.સ્ટેશન કસ્ટડીમાંથી ફરાર આરોપી ઝડપાયો

મોડાસા- અરવલ્લી

ગત માર્ચ મહિનામાં મોડાસા ગ્રામ્ય પોલીસસ્ટેશને કાલબેલિયા-જોગી ગેંગના બે તસ્કરોને ઝડપી પડી રિમાન્ડ મેળવતા જેતે સમયે મધ્યરાત્રીએ લોકઅપમાં રહેલા બંને ખૂંખાર શખ્શો લોકઅપના શૌચાલયની જાળી તોડી ફરાર થઇ ગયા હતા.એક આરોપી રાજુ હીરાભાઈ કાલબેલિયાને જુન માસમાં સાબરકાંઠા એલ.સી.બી પોલીસે હિંમતનગર ના મોતીપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો જ્યારે બીજા આરોપી મુકેશ ઉર્ફે કાલુ માંગીલાલ જોગીને અરવલ્લી જિલ્લા એલ.સી.બી ઝડપી પાડ્યો છે.

Body:મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામા ઝડપાયેલો રાજુ અને કાલુ રિમાન્ડ પર હતા તે દરમિયાન સાત મહિના અગાઉ રાત્રીના સુમારે બન્ને આરોપીને મોડાસા રૂરર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.મધ્ય રાત્રી પછી શૌચાલયની બારીના સળીયા કાપી આરોપી ફરાર થવામાં સફળ થયા હતા. બન્ને આરોપીઓ મુળ રાજસ્થાનના રહેવાસી તેમજ વિચરતી જ્ઞાતિના છે. આવા લોકોનુ રહેવાનુ ઘર પણ ન હોઇ તમને પકડવા પોલીસ માટે પડકાર જનક પ્રશ્ન હતો. જોકે એલ.સી.બી પોલીસ સબ ઇન્સપેકટર કે.કે રાજપુત અને તેમની ટીમને આ આરોપી અંગે બાતમી મળતા મોડાસા બાયપાસ રોડ બાજકોટ મંદિર નીચે થી ના સમયે ઘેરો નાખી પકડી લીધો હતો . Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.