- કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ ગાબટ જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણી સભા યોજી
- અરવલ્લીના ગાબટમાં 200 જેટલા કોંગ્રેસના સમર્થકો ભાજપમાં જોડાયાં
- કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ નવા જોડાયેલા કાર્યકરોને ખેસ પહેરાવ્યો
અરવલ્લી : જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ગાબટમાં મતદારોને ભાજપને મત આપવા માટે અપીલ કરવા કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ સભાને સંબોધી હતી. કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ ગાબટ જિલ્લા પંચાયત વિસ્તારના મતદારોને ભાજપને જંગી બહુમતિથી જીતાવવા માટે હાંકલ કરી હતી.
અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને કોંગ્રેસના કદાવર નેતા કિર્તી પટેલે તેમના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો
કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને કોંગ્રેસના કદાવર નેતા કિર્તી પટેલે તેમના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. નોંધનીય છે કે, કિર્તી પટેલને કોંગ્રેસે ડેમાઇ સીટ પર ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપ્યુ હતું, પરંતુ છેલ્લી ઘડીએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા કોંગ્રેસ દ્વિધામાં મૂકાઇ ગઇ હતી. જોકે કોંગ્રેસે ડેમજ કંટ્રોલ કરી અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે.
અન્ય નેતાઓ પણ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
આ ઉપરાંત ઉભરાણના સરપંચ અને કોંગ્રેસી આગેવાન મહેશ પટેલ અને જિલ્લાના સહકારી આગેવાન ગોપાલભાઈ મોહનભાઈ પટેલે તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયાં હતાં.
ભાજપના નેતાઓ રહ્યાં ઉપસ્થિત
આ સભામાં સાંસદ દિપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા ભાજપના સંગઠન પ્રમુખ રાજુ પટેલ, ગાબટ જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવાર જીતુ પટેલ, ભરતસિંહ રહેવર, ગાબટ ગામના સરપંચ શ્યામ બાપુ, માનસિંહ સોઢા, અદેસિહ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.