- જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ
- વહીવટી તંત્ર વધુ મતદારોને મત આપવા પ્રેરિત કરવા કાર્યરીત
- મતદાનની ટકાવારી ઓછી હોય તેવા ગોમો પર વધુ ફોકસ
મોડાસા(અરવલ્લી) : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. બીજી તરફ વહીવટી તંત્ર ચૂંટણીમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પ્રયત્નશીલ છે. અરવલ્લીમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી 28 ફેબ્રુઆરી 2020ના રોજ મતદાન યોજાનાર છે. જેમાં ચાલુ વર્ષે નવા ઉમેરાયેલા મતદારો મતદાન કરે ઉપરાંત, તમામ મતદારો આ મતદાનની પક્રિયામાં સહભાગી બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધર્યા છે. જેમાં જિલ્લાના વિવિધ માર્ગો પર પસાર થતાં 500થી વધુ વાહનો પર મતદાન જાગૃતિના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા.
મતદાન સંકલ્પપત્ર ભરાવવા તેમજ પ્રતિજ્ઞાની કામગીરી
આ ઉપરાંત આ વખતે વધુમાં વધુ મતદાન થાય તે માટે ગત ચૂંટણીમાં જે ગામમાં મતદાનની ટકાવારી ઓછી નોંધાઇ હતી તેવા ગામો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આવા ગામોમાં મતદાન સંકલ્પપત્ર ભરાવવા તેમજ પ્રતિજ્ઞા લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.