- લોકડાઉન કરાવવા અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સે સક્રિય
- આવશ્યક ચીજ વસ્તુઓ તેમજ દવાની દુકાનો ખુલ્લી રખવાની છૂટ
- 7થી 10 કલાક સુધી તેમજ સાંજે 5થી 7.30 સુધી શાકભાજી અને ફ્રૂટની રેકડીવાળાઓને પરવાનગી
અરવલ્લી : ગત કેટલાક દિવસોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં વધારો થતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં વેપારી મંડળો દ્વારા લોકડાઉન કરાવવાના બે પ્રયાસો થઇ ચૂક્યા છે. જેમાં એક વખત લોકડાઉન નિષ્ફળ રહ્યુ હતું. ત્યાર બાદ 15 દિવસ બાદ ફરીથી લોકડાઉન જાહેર કર્યુ હતું, ત્યારે આંશિક સફળ રહ્યુ હતું. જો કે, હવે કોરોનાની ચેન તોડવા માટે અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ સક્રિય થઇને જિલ્લા નાયબ પોલીસ વડાની ઉપસ્થિતિમાં તમામ સંગઠનના હોદ્દેદારોની બેઠક યોજી હતી.
આ પણ વાંચો - મોડાસામાં ફરીથી એક વખત સ્વૈચ્છિક લોકડાઉન નિષ્ફળ
આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, મોડાસા, સબલપુર, ખલીકપુર વિસ્તારોમાં બુધવારથી રવિવાર સુધી તમામ ધંધા રોજગાર બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવાનું રહેશે. જેમાં આવશ્યક ચીજ વસ્તુઓ તેમજ દવાની દુકાનો ખૂલ્લી રખવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત સવારે 7થી 10 કલાક સુધી તેમજ સાંજે 5થી 7.30 સુધી શાકભાજી અને ફ્રૂટની રેકડીવાળાઓને પરવાનગી આપવામાં આવી છે.
આ પણ વાંચો - મોડાસામાં સ્વૈચ્છિક લોકડાઉનનો ફિયાસ્કો, સાંજે 6 વાગ્યા બાદ દુકાનો ખુલ્લી જોવા મળી
કોરોનાનું સંક્રમણ વધતા કેટલાક લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે, તો કેટલાક લોકો હજૂ પણ માની રહ્યા છે. સરકાર જો લોકડાઉન જાહેર કરે તો જ નક્કર પરિણામ આવી શકે તેમ છે. લોકડાઉનના હિમાયતીઓ એવી દલીલ આપી રહ્યા છે કે, લોકડાઉનથી કોરોનાની ચેન તુટે છે. જો કે, ઘણા દેશો અને શહેરોમાં સખત લોકડાઉ કર્યું હોવા છતાં મોટા પ્રમાણમાં દર્દીઓ આવ્યા હતા. કોઈ વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો લોકડાઉન અંગે સ્પષ્ટ અભિપ્રાય આપી શક્યા નથી.
આ પણ વાંચો - મોડાસા માર્કેટ યાર્ડમાં સ્વૈચ્છિક લોકડાઉનના પગલે હરાજી બંધ