અરવલ્લીઃ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાયરસની જાણકારી લોકો સુધી પહોંચી શકે તેથી ગુજરાત રાજ્યના એપેડેમીક કન્સલટેડ કમલેશ ઉપાધ્યાય દ્વારા અરવલ્લી જિલ્લાના પ્રાઇવેટ હોસ્પિટલના ડૉક્ટર તેમજ પત્રકારોને આ અંગે જાણકારી આપી હતી. ડૉક્ટર કમલેશ ઉપાધ્યાયએ સમગ્ર ગુજરાત રાજ્યના ડોક્ટર્સની ટીમને કોરોના વાયરસ અંગે માહિતી પૂરી પાડી હતી. તેમણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિવિધ વર્કશોપ યોજી માહિતી આપવાની કામગીરી હાથ ધરી હતી.
અરવલ્લીમાં કોરોના વાયરસ અંગે ડોક્ટર્સ માટે સેમિનાર યોજાયો - Aravalli News
કોરોના વાયરસને લઈને અરવલ્લી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500થી વધારે ડોક્ટર જોડાયા અને રાજ્યના કન્સલટેડ ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
અરવલ્લીમાં કોરોના વાયરસ અંગે ડોક્ટર્સ માટે સેમિનાર યોજાયો