ETV Bharat / state

કોરોનાની મહામારીમાં મોડાસાના ઇટાડીમાં ધાર્મિક શોભાયાત્રા કાઢવામાં આવી - In the epidemic of Corona

મોડાસાના ઇટાડી ગામમાં રવિવારના રોજ કોરોના વાઇરસ દુર કરવા અને બળીયાદેવને રીઝવાવા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ થતા, જાહેરનામાનો ભંગ કરવા બદલ આયોજકો વિરૂદ્વ ગુનો નોધી તમામની ધરપકડ કરી છે.

corona
કોરોનાની મહામારીમાં મોડાસાના ઇટાડીમાં ધાર્મિક શોભાયાત્રા કાઢવામાં આવી
author img

By

Published : May 10, 2021, 10:46 AM IST

  • બળીયાદેવને રીઝવવા માટે શોભાયાત્રા કાઢવામાં આવી
  • શોભાયાત્રા દરમિયાન તમામ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો
  • પોલીસે 10 લોકોની કરી ધરપકડ

મોડાસા- અરવલ્લી: દેશભરમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા તકેદારીના ભાગરૂપે કોઇપણ ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . આ અંગે સરકાર દ્રારા ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. જોકે મોડાસાના ઇટાડી ગામમાં રવિવારના રોજ કોરોના વાઇરસ દુર કરવા અને બળીયાદેવને રીઝવાવા શોભાયાત્રા કાઢવામાં આવતા પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ આયોજકો વિરૂદ્વ ગુનો નોધી તમામની ધરપકડ કરી છે.

આસ્થાની ભીડમાં કોરાનાની ગાઇડલાઇનનું ઉલ્લઘન

એક તરફ દેશ અને રાજ્યમાં કોરોનાની મહામારી એ હાહાકાર મચાવ્યો છે , તો બીજી બાજું લોકો બીજીતરફ લોકો ધાર્મિક મેળાવડા કરી રહ્યા છે . આ દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઇટાડી ગામના છે જ્યાં શોભાયત્રામાં સંખ્યાબંધ લોકો માસ્ક અને સામાજિક અંતર વિના ઢોલ નગારાની તાલ સાથે માથે કળશ મૂકી બળિયાદેવજીના મંદિરમાં જળાભિષેક કરવા જઇ રહ્યા છે. આસ્થાની આ ભીડ માં સરકારી કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યુ છે.

કોરોનાની મહામારીમાં મોડાસાના ઇટાડીમાં ધાર્મિક શોભાયાત્રા કાઢવામાં આવી
10 વ્યક્તિની ધરપકડઆ અંગે નો વિડીયો વાયરલ થતા મોડાસા રૂરલ પોલીસ હરકતમાં આવી હતી. વિડીયોની ખરાઇ કર્યા બાદ 10 વ્યક્તિઓની સામે વિરૂદ્વ નામ જોગ અને ટોળા સામે એફ.આઇ.આર કરી 10 આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરી હતી. . મળતી માહિતી મુજબ ગામ લોકોમાં એવી વાત ચાલી હતી કે બળિયા દેવ ટાઢા કરવામાં આવે તો કોરોના મટી શકે તેમ છે જેથી આ ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ડભોડાના રાયપૂર ગામે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા ગુનો નોંધાયો, 46ની અટકાયત

આઇ.પી,સી અને જાહેરનામાનો ભંગ ની કલમો હેઠળ ગુનો નોધ્યો

પોલીસે હાલમાં ચાલતા કોરોના મહામારીમાં જાહેરનામા મુજબની મંજુરી નહિ મેળવી, માસ્ક પહર્યા વિના અને સામાજિક અંતરનું પણ પાલન વગર , બળીયાદેવના મંદિરે ધાર્મિક પ્રસંગે પાણી ચડાવવાની શોભાયાત્રા કાઢવા માટે, કલેક્ટર અને જીલ્લા મેજિસ્ટ્રેટ અરવલ્લીનાઓ ના જાહેરનામાનો ભંગ કરવા બદલ તમામ વિરૂધ્ધમાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને એપેડેમીક એકટ કલમ 3 મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી

જિલ્લાના વડાગામમાં પણ આવા કાર્યક્રમ થાય તે પહેલા પોલીસે કાર્યવાહી કરી

બીજી બાજુ ધનસુરા પોલીસ ને પણ માહિતી મળી હતી કે વડાગામમાં લોકોના મોબાઇલ વોટ્સએપ ઉપર દરેક વ્યક્તિએ દર રવિવારે મંદિરે દિવા અગરબત્તી કરવી તે અંગે નો મેસેજ વાયરલ થઇ રહ્યો છે. આ લખાણની તપાસ કરતા બે વ્યક્તિઓએ લખાણ લખેલા નું જણાતા તેમની વિરૂદ્વ કાયેદેસર ની કાર્યવાહી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.